બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પવિત્ર ભારતભૂમિ હવે બલાત્કારીઓની ભૂમિ થઇ ગઇ છે : મદ્રાસ હાઇકોર્ટ.

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપની ઘટનાના કારણે આખો દેશ ગુસ્સામાં છે. દેશનમા તમામ લોકો બલાત્કારીઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. હાથરસનો આ મુદ્દો હવે રાજકિય મુદ્દો પણ બની ગયો છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે મદ્રાસ હાઇકોર્ટે દેશમાં થઇ રહેલા બલાત્કાર અંગે એક ટિપ્પણી કરી છે. જે આમ જોઇએ તો સાચી છે અને આમ જોઇએ તો દુર્ભાગ્યપૂર્ણ છે. મદ્રાસ હાઇકોર્ટ કહ્યું કે પવિત્ર ભારતભૂમિ (ભારત) હવે બલાત્કારીઓની ભૂમિ બની ગઇ છે. જ્યાં દર 15 મિનિટે એક બલાત્કાર થાય છે. 

મદ્રાસ હાઇકોર્ટ એ પી સૂર્યપ્રકાશમ નામના વકીલે દાખલ કરેલ પ્રવાસી શ્રમને સંબંધિત અરજીની સુનવણી કરી રહી હતી. તે દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી છે. સુનવણી દરમિયાન વકિલે તિરુપ્પુર જિલ્લમાં એક આસામની પ્રવાસી મજૂર સાથે બલાત્કાર થયાની વાત કરી હતી. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે આ ટિપ્પણી કરી છે. 

વકીલે કહ્યું કે મેં કોર્ટ સમક્ષ પીડિત મહિલાને આશ્રય અને સારસંભાળ આપવાની માંગ કરી છે. સાથે જ પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે વિશેષ ટીમની રચના કરી તપાસ કરવામાં આવે. તો પીડિત મહિલાને નાણાકિય સહાય આપવા માટેની પણ માંગ કરી છે.