બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલે દીપિકાની 5.30 કલાક કરવામાં આવી પૂછપરછ...

સવારે 9.50 થી 3.30 કલાક સુધી NCB એ કરી પૂછપરછ: ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરાઈ. ડ્રગ્સ કેસમાં સામે આવેલાં નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. 

દીપિકા પાદુકોણની NCBના ગેસ્ટ હાઉસમાં સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સારા અલી ખાનની અંદાજે પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂરની છ કલાક સુધી પૂછપરછ થઈ હતી. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે. શ્રદ્ધા-સારાએ ડ્રગ્સ લેવાનો ઈનકાર કર્યો હતો.

દીપિકાની સાડા પાંચ કલાક પૂછપરછ:
NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા તથા તેમની ટીમ દીપિકાની પૂછપરછ કરી હતી. સૌ પહેલાં દીપિકાને ડ્રગ્સ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપિકાની મેનેજર કરિશ્માને સામસામે બેસાડીને પૂછપરછ કરાઈ રહી છે. NCB દીપિકાના કેટલાંક સવાલોના જવાબથી સંતુષ્ટ નથી. દીપિકાની NCBની પાંચ અધિકારીઓની ટીમે પૂછપરછ કરી હતી. આ પાંચ અધિકારીમાં એક મહિલા અધિકારી પણ સામેલ હતાં. NCBના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો.