દેહ વ્યાપારના ધંધાને લઈને દેશના આ રાજ્યની હાઇકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, જાણો.
દેહ વ્યાપાર અંગે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો, હાઇકોર્ટે જણાવ્યુ કે કાયદા અંતર્ગત દેહ વ્યાપાર કોઈ ગુનો નથી, કોઈ પણ મહિલા પોતાની ઈચ્છાથી વ્યવસાય પસંદ કરવાનો હક્ક ધરાવે છે. 3 યુવતીઓની ગયા વર્ષે મલાડના ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ થઈ હતી, તેમને સુધાર ગૃહમાં રાખવામાં આવી હતી. યુવતીઓએ કોર્ટમાં કસ્ટડી ખતમ કરવા અપીલ કરી હતી, કોર્ટે યુવતીઓ પરિવારને સોંપવાનો ઈન્કાર કર્યો.
દેહ વ્યાપારને લગતા એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે Immoral Traffic (Prevention) Act અંતર્ગત દેહ વ્યાપાર એ કોઈ ગુનો નથી. ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ કે ચવ્હાણે કહ્યું કે કોઈ પણ મહિલાએ પોતાની ઈચ્છા પ્રમાણે વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે.
આ સંજોગોમાં કોઈ પણ મહિલા તેની સહમતિ વગર લાંબા સમય સુધી સુધાર ગૃહમાં રાખી શકાય નહીં. દેહ વ્યાપારના આરોપ હેઠળ પકડવામાં આવેલી ત્રણ યુવતીઓની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો. આ યુવતીઓને સુધાર ગૃહમાં રાખવામાં આવી હતી. ન્યાયમૂર્તિ ચવ્હાણે કહ્યું કે કાયદાનો ઉદ્દેશ દેહ વ્યાપાર જેવી પ્રવૃત્તિઓને ખતમ કરવાનો છે, નહીં કે મહિલાઓને દંડ કરવાનો.
Trending News