બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો અધધ વધારો...બન્યા વિશ્વમાં આટલા નંબરના ધનિક...

વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે.