બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભારત-ચીન તણાવ મુદ્દે અમેરિકા: ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીનની વચ્ચે સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે.

ફ્રાન્સના બિયારિટ્સમાં જી-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારત અને ચીન સીમા વિવાદ પર ચિંતા જણાવી
ટ્રમ્પે વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવીને હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ પણ કર્યો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સીમા વિવાદને જોખમી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો વચ્ચે સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે અને ચીન તે વિવાદ વધારી રહ્યો છે. હું આ મુદ્દે બંને દેશોની મદદ કરવા માંગુ છું. આ મુદ્દે ભારત અને ચીન સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું- નરેન્દ્ર મોદી મારા ઘણાં સારા મિત્ર છે. તેઓ શાનદાર રીતે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મને ભારતીય મૂળના લોકોનું સંપૂર્ણ સમર્થન મળશે.

મદદ માટે તૈયાર
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- ભારત અને ચીન સીમા વિવાદ જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. ચીન આ તણાવ વધારી રહ્યો છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ વિવાદનો ઉકેલ આવે. હું તેમાં મદદ કરવા તૈયાર છું. અમે બંને દેશોના સંપર્કમાં છીએ. જો આ વિવાદનો ઉકેલ લાવવા માટે અમે કઈ કરી શકીએ એમ હોઈએ તો અમે હંમેશા તૈયાર છીએ.

જ્યારે ટ્રમ્પને એવું પુછવામાં આવ્યું કે, શું ચીન ભારતને ધમકાવે છે? ત્યારે ટ્રમ્પે કહ્યું- એવું ચોક્કસ હોઈ શકે છે.

મોદીના વખાણ
ટ્રમ્પે વડાપ્રધાન મોદી વિશે પૂછવામાં આવેલા એક સવાલમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને તેઓ એક શાનદાર નેતા છે. તેઓ મુશ્કેલ સમયમાં પણ ખુબ સરસ રીતે કામ કરી રહ્યા છે. મોદી માત્ર નેતા જ નહીં એક સારા વ્યક્તિ પણ છે. ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે, તે ખૂબ સારી મુલાકાત હતી, ભારતના લોકો ખુબ સારા છે.
ટ્રમ્પે મોદીના હ્યુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમના પણ વખાણ કર્યા હતા. કહ્યું હતું કે, ભારત અને વડાપ્રધાન મોદી પાસેથી અમને ઘણો સપોર્ટ મળ્યો છે. મને વિશ્વાસ છે કે, ચૂંટણીમાં ભારતી મૂળના લોકો ટ્રમ્પને જ વોટ આપશે.