બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભારત સામે લડવાની ચીનની નવી ચાલ, તેના હિત માટે આ દેશને આર્થિક સહાય પૂરી પાડી...


ચીનની જિનપિંગ સરકાર ભારતના પાડોસી દેશોમાં ઝડપથી પોતાના મૂળ જમાવવા માટેના પ્રયાસો કરી રહી છે. તે માટે તેમને લોન અને રોકાણની લાલચ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ બાદ બાંગ્લાદેશમાં ચીને રોકાણની જાળ પાથરી છે. શેખ હસીના સરકાર પણ ચીનની કંપનીઓને જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ પ્રદાન કરી રહી છે.

રોકાણ માટે બાંગ્લાદેશ સૌથી શ્રેષ્ઠ દેશ છે

ચાઈના યાબાંગ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ ગ્રુપ કંપનીના ચેરમેન ઝૂ ઝિયાઓચૂએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ ચીનની સૌથી વધુ રોકાણ કરતી કંપનીઓમાંની એક છે. ઝૂ એ બાંગ્લાદેશ સરકારના ખુબ જ વખાણ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ રોકાણની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીંયા વસ્તી વધુ છે અને બિઝનેસ માટેની અપાર સંભાવનાઓ રહેલી છે.

બાંગ્લાદેશમાં 500 જેટલી ચીનની કંપનીઓ

ચાઈના યાબાંગ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ ગ્રુપ ચીનની તે 500 કંપનીઓમાં સામેલ છે, જેમણે ચીનમાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. શેખ હસીના સરકારે બે જિલ્લામાં કુલ 100 એકર જમીન લીઝ પર આપી છે. જેને બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન ઓથોરિટી નામ આપવામાં આવ્યું છે. ચટ્ટોગ્રામ અને ફેની જિલ્લામાં ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખોલવામાં આવી રહી છે.

10 વર્ષ પહેલા થઇ હતી શરૂઆત

ઝૂ એ વધુમાં કહ્યું હતું કે, ગ્લોબલ કંપનીઓ માટે બાંગ્લાદેશ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. ખાસ રીતે અહીંયા ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ માટે સૌથી વધુ સ્કોપ છે. હવે ચીન આ કામ કરી રહ્યું છે. 10 વર્ષ પહેલા આમારા ગ્રુપે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ એશિયા, આફ્રિકા અને નોર્થ કોરિયાનો પ્રવાસ કર્યો હતો. અમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. પાંચ વર્ષ પહેલા અમે બાંગ્લાદેશની પસંદગી કરી અને અહીંયા કાયમી સ્ટાફની નિમણુંક કરી.

બાંગ્લાદેશ વિકાસ ઈચ્છે છે

ઝૂ એ વધુમાં કહ્યું હતું કે, અહીંયાનું અર્થતંત્ર ઝડપથી મજબૂત થઇ રહ્યું છે. લોકો શાંતિથી કામ કરવા માંગે છે. યુએન તરફથી પણ બાંગ્લાદેશને મદદ મળે છે. ખાસ વાત તે છે કે લોકો અને સરકારનો દ્રષ્ટિકોણ એક છે. અહીંયા ટેક્સટાઇલ અને પ્રિન્ટિંગ ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે. અમે અહીંયા ગારમેન્ટ સેક્ટર અને સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરીશું.