વરુણ ધવને શૂટિંગ પર જતા પહેલાં કરાવ્યો કોરોના વાયરસનો રિપોર્ટ, જાણો શુ આવ્યું રિપોર્ટમાં...
કોરોના મહામારીમાં અનલોક ફેઝમાં પોતાના કામ પર લોકો ફરી ચડી રહ્યા છે. બોલીવૂડ સ્ટાર્સે પણ પોતપોતાની રીતે પોતાના પ્રોજેક્ટસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વરુણ ધવન પણ હવે લાંબા સમય પછી શૂટિંગ શરૂ કરવાની તૈયારી કર રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા વરુણે ઇન્સ્ટાગ્રામના પોતાના હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે. જેમાં તે માસ્ક પહેર્યાની સાથે એક હેલ્થ વર્કર સાથે જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં વરુણે શૂટિંગ શરૂ કરતા પહેલા પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખવાનું મહત્વનું ગણ્યું હતું. તેણે કોરોના વાયરસ ટેસ્ટ કરાવી હતી. તેણે પોતાના ચાહકોને પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે.
તેણે તસવીર સાથે લખ્યું છે કે, કામે ચડવામાં વાંધો નથી, પરંતુ પોતાની સુરક્ષા ખાતર દરેક નિયમોનું પાલન કરવાની સાથેસાથે બે ગજની દૂરી અને માસ્ક પહેરવા જરૂરી છે.