ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીક આવેલા કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસ જપ્ત કર્યું...
ગુજરાત બોર્ડર નજીક આવેલા જખૌ બંદર પરથી અવાર નવાર ચરસ તેમજ ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે, આના પાછળ ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનો હાથ હોય તેવું જોવામાં આવી રહ્યું છે, ભારતીય યુવાધનને બરબાદ કરવા માટે ગુજરાતના આ બંદર પરથી ચરસ, ગાંજો તેમજ ડ્રગ્સની હેરફેર થતી હોય તેવી માહિતી સામે આવી રહી છે. ભારતીય કોસ્ટગાર્ડના જવાનોની સતર્કતા તેમજ કડક પેટ્રોલિંગના કારણે અવાર નવાર જખૌ બંદર પરથી ગેર કાયદેસર વસ્તુઓની હેરાફેરીને પકડી પાડવામાં આવે છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડે કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસ જપ્ત કરવાની માહિતી સામે આવી છે.
ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટીએ 03 જુલાઇ 2020ના રોજ જખૌ બંદરની નજીકમાં આવેલા કડિયાળી બેટ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 24 પેકેજ ચરસ જપ્ત કર્યું હતું. આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 36 લાખ છે. 20 મે 2020થી ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન સાધીને 1200 પેકેટથી વધુ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.