બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલવામાં આવ્યું...

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બેઠકમાં 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિને મંજુરી આપવામાં આવી છે. 

આમાં જણાવાયું છે કે તેને લઈને આજ સાંજ સુધી થનારી કેબિનેટ બ્રિફિંગમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ તેને બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય નામ આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ)ના કેટલાક સહયોગી સંગઠનોની માગ હતી કે નામ પાછું શિક્ષણ મંત્રાલય કરી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ પ્રસાતવ આપ્યો હતો કે મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખી દેવામાં આવે. ભેટમાં કેબિનેટએ આ નિર્ણયને મંજુરી આપી દીધી છે. સાથે જ નવી શિક્ષણ નીતિને પણ સ્વીકૃતિ આપી દીધી છે. બેઠકમાં કેબિનેટએ આ નિર્ણય સાથે શિક્ષણ ક્ષેત્રમાં એક જ નિયામક સંસ્થા રહેશે જેથી અવ્યવસ્થાઓને સમાપ્ત કરવામાં આવી શકે.