બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મનસુખ માંડવીયાએ ભારતમાં લાઈટહાઉસ પર્યટનના વિકાસ માટે આહ્વાન કર્યું...

કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે ૧૯૪ જેટલા લાઈટહાઉસનો વિકાસ કરીને તેને મુખ્ય પ્રયત્નના આકર્ષણો બનાવવા સબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બ્થ્કનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આનાથી લાઈટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે અને તેનાથી લાઈટહાઉસના ભવ્ય ઈતિહાસ વિશે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે.


અધિકારીઓએ આ બેઠકમાં લાઈટહાઉસોને પર્યટનઅન સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજુ કર્યો હતો. મનસુખ માંડવીયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે તેઓ ૧૦૦ વર્ષથી જુના લાઈટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઈટહાઉસના ઈતિહાસ અને તેની કામગીરી તેમજ લાઈટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મુક્યો હતો.




લાઈટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળાશયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઈટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.