બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નવું પ્લેન ક્યાંથી આવશે.... જાણો વિગત

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. મોટે ભાગે એને એરફોર્સ વન નામ અપાશે અને એનું સંચાલન ભારતીય હવાઇ દળ કરશે. આ વિમાન ‘બખ્તરિયું’ વિમાન હશે. 

માત્ર એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડ્યન વચ્ચે ક્યાંય અટક્યા વિના કરી શકે છે. અત્યાર સુધી વડા પ્રધાન એર ઇન્ડિયા- વન કોલ સાઇન સાથે બોઇંગ 747 વિમાન વાપરતા હતા. હવે આ નવું વિમાન બોઇંગ 777 વાપરશે.

આ બખ્તરિયું વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન 6,800 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ વિમાન હવામાંજ નવેસર ઇંધણ ભરી શકે છે. આ વિમાનના આગલા હિસ્સામાંજ રાડારને જામ કરી દેતું જામર લગાડેલું છે એટલે કે મોદીનું વિમાન આવી રહ્યું છે એની સામા પક્ષને જાણ થઇ શકે નહીં. એના પર મિસાઇલ હુમલાની કોઇ અસર નહીં થાય.  આ વિમાન વધુમાં વધુ 45 હજાર ફૂટની ઊંચાઇએ ઊડી શકે છે.


જો કે વિપક્ષો આ વિમાનના મુદ્દે સરકાર પર તૂટી પડે તો નવાઇ નહીં કારણ કે આ વિમાન હવામાં હોય ત્યારે દર કલાકે એના સંચાલન પાછળ એક કરોડ 30 લાખ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.



આવા દરેક વિમાનની કિંમત 8,000 કરોડ રૂપિયાથી વધુ હોય છે. એ મુદ્દો પણ વિપક્ષોના વિરોધનું નિમિત્ત બની શકે છે. જો કે વડા પ્રધાન પર આતંકવાદીઓના હુમલાની શક્યતા વધુ હોવાથી આ વિમાન મંગાવવામાં આવ્યું છે એવો દાવો સરકાર કરી શકે છે.