બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તીન તલાક કાયદાને 1 વર્ષ પૂર્ણ, તીન તલાક બિલથી થયો આ મહત્વપૂર્ણ ફાયદો...

કેન્દ્રમાં લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે દાવો કર્યો છે કે, મુસ્લિમ મહિલા વિવાહ સુરક્ષા કાયદો બનાવ્યા પછી દેશભરમાં તીન તલાકની ઘટનાઓમાં 82 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમણે એલાન કર્યુ હતું કે એક ઓગસ્ટનો દિવસ ઇતિહાસમાં મુસ્લિમ મહિલા દિવસ તરીકે સ્થાપિત થઇ ગયો છે.

નકવીએ કહ્યુ કે આ કાયદાને એક વર્ષ થયુ છે અને આ સમયગાળા દરમિયાન તીન તલાકની ઘટનાઓમાં 82 ટકાથી પણ વધારે ઘટાડો આવ્યો છે. જ્યાં આવી ઘટના બની ત્યાં કાયદાએ એનુ કામ કર્યુ છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દળો પર નિશાન સાધતા નકવીએ કહ્યુ કે તીન તલાક બંધારણીય રીતે અને ઇસ્લામમાં એમ બંને સ્થાનોમાં યોગ્ય ન હતો. એમ છતા દેશમાં મુસ્લિમ મહિલાઓના શોષણથી ભરપૂર ગેર કાયદો, અંબધારણીય, બિન મુસ્લિમ કુપ્રથા -તીન તલાક- વોટ બેન્ક માટે અસ્તિત્વમાં રહ્યો.

નકવીનું કહેવુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દરેક વર્ગના સશક્તિકરણ અને સામાજીક સુધારાને સમર્પિત છે અને વિતેલા છ વર્ષમાં મોદી સરકારના સમાવેશી વિકાસના પ્રયત્નોનો લાભ સમાજના દરેક વર્ગની સાથે મુસ્લિમ મહિલાઓને પણ પહોંચ્યો છે. આ સમયમાં 3.87 કરોડ લઘુમતી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી, જેમાં 60 ટકા વિદ્યાર્થિનીઓ હતી.