બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજ રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન, વડાપ્રધાનની મહત્વની જાહેરાતો...

કોરોનાનો વ્યાપ દેશમાં ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે વડાપ્રધાન દ્વારા દેશના નામે સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશની જનતાને જણાવ્યું હતું કે કોરોના સમગ્ર દેશની લડાઈ છે અને આ લડાઈ માં સમગ્ર દેશવાસીઓને સહકાર આપવા જણાવ્યું હતું.

 

આ ઉપરાંત PM મોદીએ આજે દેશના નામે સંબોધનમાં મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે "જાન હૈ તો જહાન હૈ"તથા આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી.

 

આ ઉપરાંત જાણો વડાપ્રધાનના સંબોધનની મહત્વની વાતો:

 

 

આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશની લડાઈમાં દેશનો દરેક નાગરિક સહકાર આપે. તેમજ વડાપ્રધાનએ જણાવ્યું હતુ કે, દેશના ખાનગી એકમો પણ ખભા સાથે ખભો મિલાવીને ઉભા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા 15000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

 

અત્યારે દેશમાં કોરોનાના કુલ 511 કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 11 લોકોના મૃત્યુ થયા છે અને 37 લોકો રીકવર થયા છે તેમજ 463 લોકો અત્યારે સારવાર હેઠળ છે..

 

જયારે રાજ્યમાં કોરોનાના કુલ 35 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે 34 લોકો સારવાર હેઠળ છે.