બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

Afghanistan ના કાબુલથી ભારતીય વાયુસેનાનું C-130J વિમાન થયું રવાના, આજે અનેક ભારતીયોની થશે ઘરવાપસી

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. શનિવારના ભારતીય વાયુસેનાનું વિમાન સી-130 જે કાબુલથી 85 ભારતીયો સાથે ઉડ્યા છે. એક નામી ન્યૂઝ ચેનલ એજન્સી મુજબ, ઇંધણ ભરાવવા માટે વિમાન તાજાકિસ્તાન આવ્યું છે. જ્યારે ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલમાં હયાત ભારતીય સરકારી અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.


એક રીપોર્ટસ મુજબ, અંદાજે 450 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા હોવાની સંભવાના રહેલી છે. આ તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર, અમેરિકા અને અન્ય દૂતાવાસ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. કાબુલ એરપોર્ટ સુધી પહોંચવામાં અને દિલ્હીમાં વિમાન લેન્ડ કરવા સુધી અનેક હેરાની પહોંચી રહી છે. એક નામી ન્યૂઝ ચેનલની રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, તાલિબાન દ્વારા કાલુબ પર કબજો મેળવી લીધા બાદ પણ ઔપચારિક સરકારની રચના કરવામાં આવી નથી. જેથી આ લોકોને ખૂબ હેરાની થઈ રહી છે જેમની પાસે કોઈ દસ્તાવેજ રહેલા નથી.


તેની સાથે એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, "અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે, જે લોકો કાબૂલમાં છે તેઓ પણ તાલિબાનના ગાર્ડ્સની મંજૂરી વગર ઘરની બહાર નીકળી શકતા નથી." તેમણે કહ્યું છે કે, ભારતીય દૂતાવાસથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઇન્ચાર્જ અમેરિકન સેના રહેલી છે. અમેરિકન આર્મી પણ એરપોર્ટ બહાર લોકોની મદદ કરી શકતી નથી. જેના કારણે તમામ ચેકપોઇન્ટ્સ પર સ્થાનિક ગાર્ડ્સનો સામનો કરવો પડે છે.