સતત વિવાદોથી ઘેરાયેલ રાફેલનો આજે ગૃહ પ્રવેશ, જાણો તેના વિશે...
દેશમાં સોદાથી લઈ પહેલા પૂજન સુધી સતત વિવાદોમાં રહેલા રાફેલ યુદ્ધ વિમાનનું લેન્ડિંગ આજે ભારતમાં થઈ રહ્યું છે. સોમવારે 5 વિમાનોએ ફ્રાંસથી ભારત આવવા ઉડ્ડાન ભરી હતી, જે વાયા UAEથી બુધવારે ભારત પહોંચશે.
વાયુસેના માટે આ 5 વિમાન બૂસ્ટરનું કામ કરશે. કારણ કે, છેલ્લા બે દાયકામાં કોઈ નવું યુદ્ધ વિમાન ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થયુ નથી. રાફેલ આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, પરમાણુ શક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મલ્ટી-રોલ ફાઈટર જેટ્સ ભારતીય વાયુસેનાને મળવાથી તેની શક્તિમાં અનેક ગણો વધારો થશે. પાંચેય રાફેલ અંબાલામાં જ ગોઠવવામાં આવશે. અહીં તેમને વ્યૂહાત્મક રીતે ગોઠવવાથી પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સામે ઝડપભેર એક્શન લઈ શકાશે.અંબાલામાં 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝ રાફેલની પ્રથમ સ્ક્વોડ્રન હશે.