બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પશ્ચિમ રેલ્વે દ્વારા કાંકરિયા - કટક વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન  ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે,જેનાથી દેશમાં આવશ્યક વસ્તુઓની સપ્લાય જાળવી શકાય. અમદાવાદ ના મંડળ રેલવે પ્રબંધક શ્રી દીપકકુમાર ઝા અનુસાર  દેશ ના વિભિન્ન ક્ષેત્રો માં આવશ્યક વસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે હેતુ થી કાંકરિયા (અમદાવાદ) અને કટક વચ્ચે  પાર્સલ વિશેષ ટ્રેન ચલાવામાં આવી રહી છે.          


આ પાર્સલ ટ્રેનની વિગતો નીચે પ્રમાણે છે.


કાંકરિયા - કટક પાર્સલ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ)


          ટ્રેન નંબર 00941 કાંકરિયા-કટક પાર્સલ સ્પેશિયલ ટ્રેન 27 મે, 2020 ના રોજ 18:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 02:30 વાગ્યે કટક પહોંચશે. પરત માં ટ્રેન સંખ્યા 00942 કટક - કાંકરિયા પાર્સલ સ્પેશિયલ ટ્રેન  30 મે 2020 ના રોજ કટક થી 19:30 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે કાંકરિયા 03:15 વાગ્યે પહોંચશે.


       આ ટ્રેન આણંદ, રતલામ, ઉજજૈન, સંત હિરદારામ નગર, બિના, કટની મુરવરા, બિલાસપુર, જરસુગુડા રોડ, સંબલપુર સીટી ,ટલચેર રોડ સ્ટેશનો પર થોભશે.