બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતના યુવાનોને એક કટાક્ષ...

જય હિન્દ બંધુમિત્રો,
જ્યારથી આપણે સમજણા થયા છીએ ત્યારથી એક વસ્તુ ચોક્કસપણે ધ્યાનમા લીધી હશે કે , જ્યારે નાનાથી લઈ ને  મોટા લોકો ની દેશભક્તીની વાતો આવે ત્યારે એના ઉદાહરણ સ્વરૂપે જાપાન, ઇઝરાયલ વગેરે દેશોના નામના આપણા કાનમા પડઘા સંભળાય છે.

આ એક પ્રકારે આપણા માટે શરમજનક વાત કહેવાય કે દુનિયામાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે , છતાં  દેશભક્તિ માટે આપણે જ આપણુ ઉત્તમ ઉદાહરણ નથી બની શકતા અને બીજી  વિચારવા જેવી વાત એ છે કે આવા બધા ઉદાહરણો  સાંભળ્યા  પછી એનો જ્યાં  સુધી જોશ રહે ત્યાં  સુધી જ ફક્ત આપણા મનમા વિચારોનું વમળ ચડ્યા કરે કે આપણે પણ દેશ માટે કંઈક કરીશુ પણ અંતે તો શેઠ ની શિખામણ ઝાંપા સુધી.

આ જ રીતે આપણો બીજો અનુભવ 15 મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરી વખતે પણ થાય છે.તે દિવસે આપણે દેશભક્તિ ના સ્ટેટસ (whats app) તો એવી રીતે ચડાવીશુ કે લોકો પણ ચકરી  ખાઈ જાય કે આ વ્યક્તિ આટલો બધો  દેશભક્ત ! પણ એમને ક્યાં ખબર છે  કે આ તો કામચલાઉ દેશભક્ત છે. પણ આપણે આપણને જ આપણી સામે સાબિત કરી શકતા નથી. કેમકે આપણાથી તો ખાલી વાતો જ થાય મોટી મોટી પણ જ્યારે તેની પર અમલ મુકવાનો આવે ત્યારે , અરે આવુ તો કંઈ હોતુ હશે ? , અરે આ તો ના થાય, બસ  ત્યાં જ આપણે અટકી જઈએ છીએ .

વીર સાવરકર કહેતા કે, "વહી વંશ અમર હોતા હે જો અપને દેશ કે લિયે નિર્વંશ હોતા  હે". અહિ તમને નિર્વંશ થવાનુ તો નથી કહેતો પણ  જીવીએ ત્યાં  સુધી આપણે  જે માટીના અનાજનો કોળિયો ખાધો એનુ શક્ય એટલુ રૂણ ચુકવીયે.

આપણને થાય કે સમય આવે ત્યારે દેશ માટે કંઈક કરવુ છે પણ આપણે આપણા માટે જ કંઈ કરી શકતા નથી, કેમકે આપણાથી તો ખાલિ શેખચલ્લી ની વાતો જ થાય!

ભગવાન આપણને 24 કલાક આપણા માટે અને આપણે  ધારેલું કરવા માટે આપે છે.નાની- નાની વસ્તુઓનું ધ્યાન એ આપણા માટે અને આપણા દેશ માટે ઉપયોગી છે જેમકે , જરૂર પુરતા પાણી નો જ ઉપયોગ, કચરો કચરા પેટી માં નાંખવો , પ્લાસ્ટિક નો ઓછામા ઓછો ઉપયોગ, વિજળી નો પણ પુરતો ઉપયોગ (હોસ્ટેલ વાળા મિત્રો ને વધારે લાગુ પડે છે.) , સ્વદેશી વસ્તુ નો ઉપયોગ , પછી ભલે તે થોડીક બીજા દેશ ની વસ્તુ કરતા નબળી હોય, પણ દેશ નો પૈસો દેશમા જ રહે  અને અંતે તો એનો ફાયદો આપણને જ થવાનો છે. બસ આવી નાની નાની બાબતો એક મોટુ સ્વરૂપ લે છે.

કોઇકે કહ્યું છે કે , “દેશ નો કપરો સમય વીર યુવાનોને પેદા કરે છે , એજ યુવાનો દેશ ને આઝાદી અપાવે છે , અને એ આઝાદી ના લાંબા ગાળે યુવાનો પાછા દુર્બળ થતા જાય છે , માયકાંગલા થતા જાય છે”, તો સમય છે આપણી પાસે કે આ વાક્યને આપણે સૌ સાથે મળીને ખોટું સાબિત કરીએ.

આ લેખ લખવાનો મારો આશય આજના યુવાનો ને નીચા દેખાડવાનો નહી પણ પરિસ્થિતિ ની સામે જાગૃત કરવાનો છે.
                                   
ભારત માતાકી જય.