બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વગર વિઝાએ ભારતીઓ ફરી શકે છે આ દેશમાં...

થોડા દિવસ પહેલા રાજ્યસભામાં સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી પર્યટકો માટે ખુશખબરી લઇને આવી છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યું કે વિશ્વના 16 દેશોમાં ભારતીય પાસપોર્ટ પર વીઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે. આટલુ જ નહીં, વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે 43 દેશ એવા છે જે ભારતીયોને વીઝા ઑન અરાઇવલની સુવિધા આપે છે જ્યારે 36 એવા દેશ જે ભારતીય પાસપોર્ટ રાખનારને ઇ-વીઝાની સુવિધા આપે છે. જો કે, હાલ કોરોના વાયરસના કારણે કેટલાય દેશોએ યાત્રા પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ આ પ્રતિબંધ હટતા જ તમે આ દેશોની મુલાકાત વીઝાની ઝંઝટ વગર કરી શકશો. જાણો કયા 16 દેશો છે જ્યાં ભારતીય લોકો વીઝા વગર મુસાફરી કરી શકશે.



માલદીવ્સ :- દ્વીપોનો દેશ માલદીવ્સ પણ ભારતીય પર્યટકોને વીઝા-ફ્રી મુસાફરીની સુવિધા આપે છે.



મૉરેશિયસ :- ભારતીય પાસપોર્ટ ધારકોને મૉરેશિયસ પણ વીઝા ફ્રી એન્ટ્રી આપે છે અને આ 90 દિવસ માટે કાયદેસર ગણાશે. પર્યટકો પાસે રિટર્ન ટિકિટ અને પર્યાપ્ત બેન્ક બેલેન્સ હોવું જરૂરી છે.



ભૂટાન : ભારતનું પાડોશી દેશ ભૂટાન પર્યટકોની મનપસંદ જગ્યા છે. ભારતીયોને ભૂટાન જવા માટે વીઝાની જરૂર પડતી નથી. પાસપોર્ટ અથવા કોઇ બીજું કાયદેસરનું આઇડી જ પર્યાપ્ત છે.



બારબાડોસ :- બાસબાડોસ દેશ પ્રકૃતિના સૌંદર્યમાં વસતો એક ખૂબ જ સુંદર દેશ છે. અહીં ભારતીઓને વીઝા વગર ફરવાની સુવિધા છે.



હૉન્ગ કૉન્ગ એસએઆર :- હૉન્ગ કોન્ગ એસએઆરમાં કેટલાય એવા દર્શનીય સ્થળ છે જેને જોવા માટે પર્યટક દૂર દૂરથી આવે છે. ભારતીઓ માટે અહીં વીઝા વગર ફરવાની સુવિધા છે.



ડોમિનિકા :- ડોમિનિકા પણ વિશ્વના સૌથી સુંદર દેશોમાંથી એક છે. અહીં દેશ કેરેબિયન સાગરમાં સ્થિત છે.




સર્બિયા : સર્બિયા જવા માટે ભારતીયોએ માત્ર પાસપોર્ટ અને ફ્લાઇટની ટિકિટની જરૂર હોય છે.




ગ્રેનાડા : ગ્રેનાડા કેટલાય બધા નાના-નાના દ્વીપોથી બનતો દેશ છે. આ સુંદર દેશમાં ભારતીયોને વીઝા-ફ્રી મુસાફરીની સુવિધા છે.




હૈતી : હૈતી કૈરેબિયન દેશોમાંથી એક દેશ છે. આ દેશ પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓના કારણે ઓળખવામાં આવે છે.




મોન્ટેસેરાટ :- મોન્ટેસેરાટ વિશ્વની લોકપ્રિય જગ્યાઓમાંથી એક છે. જો તમને રોમાંચ પસંદ છે તો અહીં જવાનું ચુકશો નહીં. ભારતીય અહીં વીઝા વગર જઇ શકે છે.




નેપાળ :- હિમાલયના ખોળામાં વસતાં નેપાળમાં ફરવા માટે વીઝાની જરૂરત નથી. ભારતીય નેપાળમાં મુક્તપણે ફરી શકે છે.




નિઉએ આઇલેન્ડ :- આ જગ્યા કોઇ સ્વર્ગથી ઓછી નથી. દૂર-દૂરથી લોકો આ શાંત અને ખૂબ જ સુંદર જગ્યાએ રજાઓ માણવા માટે આવતાં હોય છે.





સેન્ટ વિસેન્ટ :- ભારતીયો માટે સેન્ટ વિસેન્ટ વીઝા ફ્રી ડેસ્ટિનેશન છે. તમે અહીં એક મહીના સુધી સ્ટે કરી શકો છો.




સમોઆ :- અહીં ભારતીયોને વીઝા વગર પ્રવેશ કરવાની સુવિધા છે. સમોઆ પોતાની સુંદરતાની સાથે-સાથે લઝીઝ પકવાનો માટે પણ ઓળખવામાં આવે છે.





સેનેગલ :- સેનેગલમાં ફરવા માટે તમારે વીઝાની જરૂરત નથી અને તમે અહીં 90 દિવસો માટે રહી શકો છો. બસ એક વાતનું ધ્યાન રાખો કે તમારો પાસપોર્ટ તમારા ત્યાં પહોંચવાની તારીખથી 3 મહિના સુધી કાયદેસર હોવો જોઇએ.




ત્રિનિદાદ એન્ડ ટોબેગો :- પાર્ટી કરનાર લોકો માટે ત્રિનિદાદ એન્ડ ટોબેગો બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં પણ ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂરત નથી હોતી. તમે અહીં 90 દિવસો માટે સ્ટે કરી શકો છો.