ભારતની વિદેશનીતિએ પાકિસ્તાનને મુસ્લિમ દેશોથી કર્યુ અલગ...
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલી વિદેશનીતિના સારા પરિણામ અત્યારે મળી રહ્યાં છે. બીજી તરફ ભારતની વિદેશનીતિના કારણે પડોશી દેશ પાકિસ્તાન હવે દુનિયાના વિવિધ દેશોથી અલગ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં મુસ્લિમ દેશો પણ પાકિસ્તાન સાથેના સંબંધમાં અંતર કરી રહ્યાં છે. જ્યારે મુસ્લિમ દેશો પણ ભારત સાથેના સંબંધ વધારે મજબુત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ભારતની વિદેશનીતિમાં થયેલા ફેરફાર સકારાત્મક પરિણામો સામે આવી રહ્યાં છે. વિદેશનીતિના જ કારણે વૈશ્વિકમંચ ઉપર ભારતનું કદ વધવાની સાથે ભારત સાથે અંતર રાખનારા મુસ્લિમ દેશો પણ સંબંધ સુધારી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધમાં આવેલા ખટાસ હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યાર સુધીમાં છ મુસ્લિમ દેશોએ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માન કર્યું છે. સાઉદી અરબ, યુએઈ, અફઘાનિસ્તાન, બહેરીન, ફિલીસ્તીન અને માલદીવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે. બીજી તરફ ભારત વિરોધી નિવોદનોને કારણે પાકિસ્તાનની છબી ખરડાઈ છે. તાજેતરમાં જ સાઉદી અરબના ક્રાઉનપ્રિન્સ મહંમદ બિન સલમાને પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવાની સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કર્યો હતો. આમ પાકિસ્તાનનું અપમાન કર્યાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સંબંધમાં આવેલી ખટાસ મુસ્લિમ દેશોના બદલાતા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે. ઈસ્લામિક દેશોમાં સૌથી પાવરફુલ દેશ સાઉદી અરબને માનવામાં આવે છે.
પાકિસ્તાન ઈસ્લામિક સહયોગ સંગઠનનું સભ્ય છે. આ સંગઠનમાં દુનિયાના તમામ ઈસ્લામિક દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગઠનમાં વસતીના આધારે ઈન્ડોનેશિયા બાદ પાકિસ્તાન બીજા નંબર છે. એટલું જ નહીં પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતું એકમાત્ર મુસ્લિમ દેશ છે. જેથી અન્ય મુસ્લિમ દેશ પાકિસ્તાન સામે બાંયો ચડાવવાનું ટાળતા આવ્યાં છે. જો કે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભારત મુદ્દે પાકિસ્તાન અને સાઉદી અરબ સામ-સામે આવી ગયાં છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સાઉદી અરબ ભારતનો વિરોધ કરે તેવી ઈચ્છતું હતું. જો કે, સાઉદી અરબે પાકિસ્તાનને સમર્થન આપ્યું ન હતું. જેથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મદમૂદ કુરેશીએ સાઉદી અરબની સામે આકરા પ્રહાર કર્યાં હતા. ત્યાર બાદ બંનેના સંબંધોમાં તીરાડ પડી હતી. તે પછી જ સાઉદી અરબ દ્વારા પાકિસ્તાન પાસે રૂ. 7500 કરોડનું કર્જ પાછુ માંગ્યું હતું. જેથી પાકિસ્તાને પોતાના આકા ચીન પાસે મદદ માંગી હતી.
પાકિસ્તાને કાશ્મીર મુદ્દે અરબ રાષ્ટ્ર સમક્ષ ઉઠાવ્યો હતો. જો કે, અહીં પણ ભારતની વિદેશ નીતિ સફળ રહી હોય તેમ અરબ રાષ્ટ્રે પણ ભારતને સમર્થન આપ્યું હતું. આમ પાકિસ્તાન હવે અરબ બ્લોકથી અલગ થઈ રહ્યું છે. તેમજ મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનથી હવે અંતર બનાવી રહ્યાં છે.