બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બાળકોમાં ઇનફલુએંઝા-નિદાન અને ઉપચાર.

જોકે મોટાભાગે માતાપિતા પોતાના સંતાનોની સ્કૂલ ખૂલવાથી ખુશ થયા છે, પરંતુ સાથે સાથે એક આશંકા પણ ઉભી થઇ છે, તે એ છે કે, બાળકો સ્કૂલમાંથી જ્યારે ઘરે આવશે, ત્યારે હોમવર્કની સાથે બીજી પણ કેટલીક ''ચીજ'' પોતાની સાથે લાવશે. બાળકો સ્કૂલમાં જવાનું શરૂ કરે એનો અર્થ એ કે એક જ ખંડમાં ઝુંડમાં ભેગા થવું. પરિણામે તે ડઝનો બીજા બાળકોને મળશે, જે રોકી તો ન જ શકાય. તે દરમ્યાન ડઝનો જીવાણુઓ (વાયરસ) અને કીટાણુઓ (બેક્ટેરીયા) સાથે પણ તેમનો સામનો થશે.  આમાં એ જો ખમ છે કે બાળકો  અવારનવાર સ્કૂલમાંથી શર્દી-તાવ, ઇંફ્લુએંઝા અને બીજી બીમારીઓથી ભરાઇને આવે છે. આ બીમારીઓ સ્કૂલમાં ચારે તરફ આંટા મારતી હોય છે. 

દર વર્ષે સ્કૂલના બાળકોમાં ફ્લુ ઇંફ્લુએંઝાનો ફેલાવો, એક મોટી ચિંતાનો વિષય રહ્યો છે, બાળકોને  ઇંફ્લુએંઝા તેજીથી પકડે છે. બીજી કોઇપણ ઉંમર કરતા બાળકોમાં  ઇંફ્લુએંઝા જલદી ફેલાય છે. ૫ થી ૯ વર્ષની ઉમરના બાળકોમાં આ ફેલાવાનો દર સૌથી વધુ જોવા મળ્યો છે.

જ્યારે પણ આપણું બાળક માંદુ પડે છે ત્યારે આપણે એને ઠીક કરવા દરેક સંભવિત કોશિશ કરીએ છીએ. આપણે ઇચ્છીએ છીએ કે જેમ બને તેમ જલદી તે તેની રોજીંદી ક્રિયાઓ કરી શકે. અહીં થોડાંક સવાલ જવાબ આપવામાં આવ્યા છે. જેની સહાયતાથી તમે જાણી શકશો કે તમારા બાળકને  ઇંફ્લુએંઝા થયો છે કે નહીં. અને જો હોય તો તમે શું કરી શકો છો.

મારૂ બાળક અસ્વસ્થ છે. કયા કયા લક્ષણોથી હું જાણી શકું કે મારા બાળકને  ઇંફ્લુએંઝા થયો છે?

* જો તમારા બાળકને ઇંફ્લુએંઝા હશે, તે તમે સૌથી પહેલા જોઇ શકશો કે, બીમારીનો હમલો એકદમ અચાનક થયો છે. શરીરનું તાપમાન એકદમ વધી જાય છે.  અને ધુ્રજારી થવા માંડે છે. કમજોરી આવી જાય છે. માથાનો દુઃખાવો ચાલુ થાય છે. સાંધા  અને માશપેશીમાં દુઃખાવો થવા લાગે છે. બીજું એ કે ગળુ પણ ખરાબ થાય છે, નાક જામ થઇ જાય છે, અને સુકી ઉધરસ ચાલુ થઇ જાય છે. કેટલાક બાળકોને ઝાડા અને ઉલટીનો પણ સામનો કરવો પડે છે. તમારૂ બાળક ખાવાની પણ ના પાડી દે છે. જો બીજું કઇ કારણ ન  ઉભુ થાય તો ઇંફ્લુએંઝા ૭ દિવસ સુધી પોતાની અસર રાખે છે. કેટલાક બાળકોને ઇંફ્લુએંઝાની શરૂઆત ગળા અને ફેંફસાના  મામૂલી ચેપથી થાય છે.

લાગે છે કે મારા બાળકને ઇંફ્લુએંઝા થયો છે તો  મારે ડૉક્ટર પાસે જવું?

* જો તમારા બાળકની તબીયત ખરાબ થતી જતી હોય, ત્યાં સુધી, કે તે તમારી વાતનો જવાબ દેવાનું પણ બંધ કરે છે, શ્વાસ લેવામાં તકલીફ પડવા મંડે, રંગ નીલો પડી ગયો હોય, બાળક ચીડચીડુ થઇ જાય અને ઉંઘરાડુ થઇ જાય, તો બાળકને તરત ડૉક્ટર પાસે લઇ જવું જોઇએ. જો બાળકને રંગબેરંગી થૂંક આવે,  છાતીની બાજુમાં દુઃખાવો થાય અથવા ૭૨ કલાક સુધી બીમારી ચાલુ રહે અને એમાં કશો ફરક ન લાગે તો પણ  
બાળકને ડૉક્ટર પાસે દેખાડવું જોઇએ.
બીજું શું કરવું જોઇએ?

* તમારા બાળકને પૂર્ણ આરામની જરૂર છે એને જરૂરી પ્રમાણમાં તરલ પદાર્થો આપો, અને ડૉક્ટરના કહેવા  અનુસાર સિરદર્દ, ગળાનું દર્દ અને બીજા  દર્દો પર દર્દ નિવારકનો ઉપયોગ કરો.  શરીરને રાહત આપવા માટે ઓએસ (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન) પેકેટનો ઉપયોગ કરવો જોઇએ. મીઠું, સાકર અને સાદું પાણી અથવા ભાતના એસામણની મદદથી ઘરમાં જ ઓઆએસ તૈયાર કરી શકાય છે. બાળક જ્યાં સુધી પૂરેપૂરું સાજુ ન થાય ત્યાં સુધી રોજીંદી ક્રીયા કરવાની છૂટ ન દેવી.

આપણે ઇંફ્લુએંઝા અને શર્દી-તાવમાં ફરક કેવી રીતે કરી શકીએ?

* શર્દી-તાવ ધીમે ધીમે ચાલુ થાય છે, આમાં ઘણા દિવસ લાગે છે. આના લક્ષણો સામાન્ય છે અને તાવ પણ સામાન્ય આવે છે. ફ્લુમાં બીમાર પડેલું બાળક ઘણું જ બીમાર લાગે છે. જેમાં ખૂબ જ માથાનો દુઃખાવો હોય છે અને તેના લક્ષણો જલદીથી બહાર દેખાય છે. શર્દી-તાવમાં દર્દ અને કમજોરી બહુ મામુલી હોય છે. પરંતુ ઇંફ્લુએંઝામાં આ એટલું તીવ્ર   હોય છે કે, બાળક પથારીમાં જ પડયું રહે છે. શર્દી-તાવમાં  નાક ઘણું વહે છે પણ બાળકની ભૂખ સામાન્ય જ રહે છે. ફ્લુમાં નાક બહુ થાડું જ જામ થાય છે પરંતુ ભૂખ પર તો બહુ ખરાબ રીતે પ્રભાવ પડે છે. બાળકને શર્દી-તાવ અને ઇંફ્લુએંઝા બન્ને ગળામાં દર્દે અને કફ પેદા થઇ શકે છે.

શું બાળકને ઇંફ્લુએંઝા રસી લગાવી શકાય છે?

* જોકે ઇંફ્લુએંઝાની રસી બધા બાળકો માટે લાભદાયક છે, પરંતુ ૬ મહિનાથી ઉપર અને બે વર્ષથી નાના બાળકો માટે આ વિશેષ અકસીર છે. ફેફસા, હૃદય અને કિડનીની જુની બીમારીથી પીડાતા બાળકો ને ઇંફ્લુએંઝાની રસી લગાડવાની સલાહ દેવાય છે. કેંસર અથવા એચઆઇવી રોગો, ઓરલ સ્ટેરોઇડ, કેંસરની ટ્રીટમેંટને કારણે આવેલી રોગ પ્રતિકારક ક્ષમતાની ક્ષતિવાળા બાળકો ને પણ આ વેક્સીનની સલાહ અપાય છે. હંમેશા, ડૉક્ટરની સલાહથી જ બાળકોને રસી  મૂકાવો. 

શું બાળકો માટે ઇંફ્લુએંઝાનું એક ઇંજેક્શન પુરતું છે?

* હા, એક  ફ્લુનું  ઇંજેક્શન પુરતું છે, આનાથી એક વર્ષની સુરક્ષા મળે છે, શર્ત એક જ છે કે તમરા બાળકને પહેલાં ડયુપની રસી લગાડવી જોઇએ. નહી તો ૧ વર્ષથી ઓછી  ઉંમરના બાળકોને પહેલી વાર વેક્સીનના બે ''ડોઝ''ની જરૂરત પડશે. એકથી બીજા ''ડોઝ''ની વચ્ચે ૪ થી ૫ અઠવાડિયાનું અંતર રાખવું જોઇએ.  એના પછી તમારા બાળકને પ્રત્યેક વર્ષે એક ''ડોઝ''ની જરૂરત પડશે. (એક વર્ષમાં વેક્સીનની એકવાર જરૂર પડે છે કારણ ઇંફ્લુએંઝા સ્ટ્રેન દર વર્ષે બદલાઇ જાય.