નર્સરી ઉછેરમાં રસ ધરાવતા લોકો ખાસ વાંચે...
શાળા-કિસાન નર્સરીઓ ઉછેરવા ઈચ્છુક વ્યક્તિ / શાળા / મંડળીઓ / સ્વ સહાય જુથો તા.૧૫મી ઓકટોબર સુધીમાં અરજી કરી શકશે
વિકેન્દ્રીત અને ખાસ અંગભુત યોજના હેઠળ વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતી શાળા-કિસાન નર્સરીઓ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઉછેરવામાં રસ ધરાવતા હોય તે વ્યક્તિ / શાળા / મંડળીઓ / સ્વ સહાય જુથો વન વિભાગની વેબસાઈટ http://forests.gujarat.gov.in પર તા.૧૫-૧૦-૨૦૨૦ સુધીમાં અરજી કરી શકશે.
નર્સરી ઉછેર માટે અરજી કર્યા બાદ અરજી ફોર્મની સાથે જમીનનો ૭/૧૨નો દાખલો અને બે ફોટા તા.૧૫-૧૦-૨૦૨૦ સુધીમાં જે તે તાલુકાની પરીક્ષેત્ર વન અધિકારીની કચેરીએ પહોંચાડવાની રહેશે.
નોંધનીય છે કે,નર્સરી ઉછેર માટે પાણી અને જમીનની વ્યવસ્થા જરૂરી છે. નિયત જાતોના અને ઉંચાઈના રોપા ઉછેરી આપનારને નિયમોનુસાર વળતર ચુકવવામાં આવશે તેમ સામાજિક વનીકરણ વિભાગ આણંદના નાયબ વન સંરક્ષક બી.આર. પરમારે એક યાદી દ્વારા જણાવ્યું છે.