બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોફીના બીજ ખાઈને પ્રથમવાર બકરીઓ ઝૂમવા લાગી હતી

લોકો કોફી ત્યારે પીવે છે, જ્યારે બોડીમાં એનર્જીની અછત લાગે છે કે કોઈ ડિપ્રેશનમાં હોય છે, પરંતુ કોફીની સૌથી જૂની જગ્યા ઇથિઓપિયામાં આવું નથી. અહિ તમને દરેક જમણવારમાં કોફી મળશે. આફ્રિકન દેશ ઇથિઓપિયાને કોફીનું જન્મસ્થળ કહેવાય છે.

આજે વર્લ્ડ કોફી ડે છે, આ દિવસે કોફી સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા જાણીએ..
1. જ્યારે કોફીના બીજ ખાઈને બકરીઓ ઝૂમવા લાગી હતી
ઇથિઓપિયામાં કોફીની સુગંધને કેવી રીતે ઓળખવી તેના માટે એક સૌથી ફેમસ કિસ્સો છે. એક સમયે અહિ કાલદી નામનો ગોવાળિયો તેની બકરીઓને લઈને જંગલમાંથી લઈને નીકળી રહ્યો હતો. એક દિવસ તેણે જોયું કે, જમીન પર પડેલી લાલ ચેરી ખાઈને બકરીઓ ખુશીથી ઝૂમી રહી હતી. ગોવાળિયાએ પોતે અમુક ચેરી તોડી અને ખાધી. તેને સ્વાદ ગમ્યો અને તે તેના કાકા પાસે ચેરી લઇ ગયો.

તેના કાકા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા અને મઠમાં જ રહેતા હતા. તેમણે આગમાં ચેરી ફેંકી અને જેવા બીજ સળગવા લાગ્યા તેમ તેની સુગંધ નશાની જેમ ચઢવા લાગી. એ પછી કાલદીના કાકાએ આ બીજનો ઉપયોગ સુગંધ માટે ઉપયોગમાં લેવાનો શરુ કર્યો.

2. સળગેલા કોફીના બીજ પાણીમાં નાખ્યા અને આવી રીતે જ શરૂઆત થઇ
ઇથિઓપિયામાં કાફાઅમ રહેતા મેસફિન તેકલેએ કહ્યું કે, અહિ કોફીની શરુઆત કેવી રીતે થઇ તેના વિશે મેં મારા દાદા પાસેથી સાંભળ્યું હતું. તેઓ કહેતા હતા કે, ગોવાળિયા કાલદીની માતાએ આગમાં સળગતા બીજને સાફ કર્યા અને એ પછી તેને ઠંડા કરવા પાણીમાં નાખી દીધા અને તીવ્ર સ્મેલ આવવા લાગી. અહિથી કોફી પીવાનું ચલણ શરુ થયું.

મેસફિને કહ્યું કે, અહિના જંગલ દુનિયાભર માટે એક ગિફ્ટની જેમ છે. દુનિયાભરના લોકો અહિની ઉગેલી કોફીની ચુસ્કીઓ લે છે. મહેમાનના સ્વાગતનો એક ભાગ કોફી છે. બાળપણથી છોકરીઓને કોફી બનાવતા શીખવાડવામાં આવે છે.

3. સામાજિક સંબંધો મજબૂત કરવા માટે ત્રણ કલાક કોફી સેરેમની ચાલે છે
ઇથિઓપિયામાં દરેક ખુશીના અવસરે કોફી સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. તે 2થી 3 કલાકનો પ્રોગ્રામ હોય છે. કોફીને સાર્વ કરવાનું કામ ઘરની મહિલાઓ અને બાળકો કરે છે. તે અલગ રીતે બને છે. કોફીના બીજને રોસ્ટ કરીને તેને પીસવામાં આવે છે અને ગરમ પાણીમાં મિક્સ કરે છે. તેમાં દૂધ ઉમેરવામાં આવતું નથી, પરંતુ ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તૈયાર કર્યા પછી મહેમાનોને સર્વ કરવામાં આવે છે.

4. અહિ કોફીના વૃક્ષનું વાવેતર કરવામાં આવતું નથી, જાતે જ ઊગી જાય છે
ઇથિઓપિયાના જંગલમાં કોફીના 5 હજારથી વધારે પ્રકાર છે. અહિની જમીન કોફી માટે એટલી ઉપજાઉ છે કે છોડ વાવવામાં આવતા નથી, તેની જાતે જ જમીનમાંથી ઊગી જાય છે. યુનેસ્કોના રિપોર્ટ પ્રમાણે. 40 વર્ષ પહેલાં ઇથિઓપિયાના 40 ટકા વિસ્તારમાં કોફીના જંગલ હતા. હવે તે ઘટીને 30% થઇ ગયા છે.