બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજે આંતરાષ્ટ્રીય વાઘ દિવસ, પહેલા "એક થા ટાઇગર" હવે "ટાઇગર જિંદા હૈ"

સમગ્ર વિશ્વમાં 29 જુલાઈના રોજ આંતરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે. વાઘની ઘટતી વસ્તી અને તેમને લુપ્ત થવાથી બચાવવા માટેના પ્રયત્નો કરવા જાગૃત કરવા માટે દર વર્ષે 29 જુલાઇને ગ્લોબલ ટાઇગર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.



ગ્લોબલ ટાઇગર ડે 2010 માં રશિયામાં 13 ટાઇગર રેન્જ દેશો દ્વારા સેન્ટ પીટર્સબર્ગ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો.  ટાઇગર રેંજ દેશોની સરકારોના વડાઓએ 2022 સુધીમાં વાઘ સંરક્ષણ અંગે સેન્ટ પીટર્સબર્ગ ઘોષણા પર હસ્તાક્ષર કરીને તેમની વૈશ્વિક શ્રેણીમાં વાઘની સંખ્યાને બમણી કરવાનો સંકલ્પ કર્યો હતો.  એક એવો અંદાજ છે કે છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાં લગભગ 97 ટકા જંગલી વાઘો ગુમાવ્યા હતા અને હાલમાં, સમગ્ર વિશ્વમાં ફક્ત 3,000 વાઘ જીવંત બાકી છે.



આ દરમિયાન, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે (28 જુલાઈ) ચોથા અખિલ ભારતીય ટાઇગર અંદાજ- 2018 નો વિગતવાર અહેવાલ જાહેર કર્યો હતો. વર્ષ 2014-18થી ચાર વર્ષમાં ભારતમાં વાઘની સંખ્યામાં 741 નો વધારો થયો છે.



વિશ્વ વાઘ દિવસ નિમિત્તે અનેક નેતાઓએ ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી છે ત્યારે કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે આપણે કહેતા હતા કે "એક થા ટાઇગર" જ્યારે આજે વિશ્વભરના 70% વાઘ ભારતમાં છે ત્યારે હવે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે "ટાઇગર જિંદા હૈ".