મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરાઈ
મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપી ખેડૂતોના પાક નિષ્ફળ જતા બચાવવા ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે
ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ નાયબ કાર્યપાલક ઈજનેર સૌની યોજનાને રજૂઆત કરી જણાવ્યું છે કે ચોમાસાની મોસમ શરુ થઇ ગઈ છે મોરબીમાં મેઘરાજાની પધરામણી થતા અનેક વિસ્તારમાં વાવણી થઇ ગઈ છે ઘણા વિસ્તારમાં ખેડૂતોએ આગોતરૂ વાવેતર કરી ચુક્યા છે
હાલ વરસાદ સમયસર ના થતા ખેડૂતો કપરી સ્થિતિનો
સામનો કરી રહ્યા છે મોરબી જીલ્લામાં સૌની યોજના
મારફત ચેકડેમ, તળાવો અને સિંચાઈના પાણીની તાત્કાલિકવ્યવસ્થા કરી ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે