IPL 2020: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
આજે IPLમાં અબુ ધાબીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. બન્ને ટીમે હાર સાથે સીઝનની શરૂઆત કરી હતી અને બીજી મૅચમાં શાનદાર કમબૅક કરીને જીત મેળવી હતી, જ્યારે ત્રીજી મૅચમાં બન્નેએ રોમાંચક મૅચમાં હાર જોવી પડી છે.
પંજાબે રાજસ્થાન સામે 226 રન બનાવ્યા હોવા છતાં હાર જોવી પડી હતી, જ્યારે મુંબઈએ 202ના ઊંચા ટાર્ગેટ છતાં કીરોન પોલાર્ડ અને ઇશાન કિશનના પરાક્રમના જોરે જીતીના દ્વાર સુધી પહોંચી ટાઇથી સમાધાન માનવું પડ્યું હતું અને સુપર ઓવરમાં હાર જોવી પડી હતી.
આમ બન્ને ટીમ ત્રણ મૅચમાંથી 1-1 જ જીતી શકી છે. બન્નેની 1-1 મૅચ ટાઇ થઈ છે અને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે એ બન્નેએ હારમાંથી બોધપાઠ લઈને આજે જીતના માર્ગ પર પાછા ફરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરવું પડશે