બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

IPL 2020: આજે ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો

ચેન્નાઇ અને સનરાઇઝર્સની ટીમોને આઈપીએલમાં શરૂઆતથી સંતુલિત માનવામાં આવી છે પરંતુ આ વખતે બંન્ને ટીમોએ પ્રથમ ત્રણ મેચમાં બે મેચ ગુમાવી છે. રાયડૂ ફિટ થવાનો મતલબ છે કે તેને ખરાબ ફોર્મમાં રહેલા મુરલી વિજયના સ્થાને લેવામાં આવી શકે છે પરંતુ બ્રાવોના મામલામાં તે ન કહી શકાય કારણ કે તેને અંતિમ ઇલેવનમાં લેવા માટે એમએસ ધોનીએ બેટિંગ ક્રમમાં ફેરફાર કરવો પડશે.


ચેન્નઈની આઈપીએલની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પર જીતનો નાયક રહેલ રાયડૂ સ્નાયુ ખેંચાઇ જવાને કારણે આગામી બે મેચ ન રમી શક્યો જ્યારે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને તેણે આઈપીએલની આ સીઝનમાં કોઈ મેચ રમી નથી.


કેદાર જાધવનું ખરાબ ફોર્મ ચોક્કસ પણે ધોની માટે ચિંતાનો વિષય હશે, કારણ કે તેનું સ્થાન લેવા માટે ટીમમાં કોઈ યોગ્ય વિકલ્પ નજર આવી રહ્યો નથી. બ્રાવોના સ્થાને સેમ કરનને લેવામાં આવ્યો હતો અને તેણે અત્યાર સુધી ચેન્નઈ તરફથી પ્રથમ ત્રણ મેચમાં પોતાની બોલિંગ અને બેટિંગ બંન્નેથી પ્રભાવિત કર્યાં છે. બ્રાવોને ટીમમાં રાખવા માટે ધોનીએ શેન વોટસન કે જોશ હેઝલવુડમાંથી કોઈ એકને બહાર રાખવા પડશે.


બીજી તરફ કેન વિલિયસમન આવવાથી સનરાઇઝર્સનો મધ્યમક્રમ મજબૂત થયો જેથી તે બે હાર બાદ પોતાની પ્રથમ જીત મેળવવામાં સફળ રહ્યું. જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર પણ યોગદાન આપી રહ્યાં છે.

સનરાઇઝર્સે સફળતા હાસિલ કરવી હોય તો તેણે મધ્યમક્રમમાં એક સારા ''બિગ હિટર''ની જરૂર છે કારણ કે બેયરસ્ટો, વોર્નર અને વિલિયમસન નિષ્ફળ થવા પર ટીમ પરેશાનીમાં પડી શકે છે.