બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી યુએઈ ગયા બાદ સૌથી પહેલા કરશે આ કામ

આઈપીએલના બીજા સત્રમાં યુએઈમાં આગામી મહીને રમાવવાની છે અને તેને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ત્યાં પહોંચી પણ ગઈ છે અને આ સીઝનમાં જેટલા પણ મેચ આ ટીમે રમી, તેમાં પ્રદર્શન પણ સારું રહ્યું છે. આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સે પણ બાયો બબલને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ખેલાડીઓ GPS ઘડિયાળ આપવામાં આવી છે અને તે તેમને પોતાના કોરેનટાઈન સમયગાળા દરમિયાન છ દિવસ માટે તેને પહેરશે. અબુધાબીના સ્વાસ્થ્ય વિભાગે મુંબઈના ખેલાડીઓ માટે ઘડિયાળ ઉપલબ્ધ કરાવી છે. 

એક નામી ન્યુઝ ચેનલની એક રિપોર્ટમાં સુત્રો મુજબ જણાવવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય વિભાગ જીપીએસ લાગેલી ઘડિયાળ ઉપલબ્ધ કરાવશે. તેમને પોતાના કોરેનટાઈન સમયગાળા દરમિયાન છ દિવસ સુધી આ ઘડિયાળો પહેરવી પડશે. છેલ્લા વર્ષની જેમ આ વખતે પણ અબુધાબીમાં કોરોનાને લઈને સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ વખતે પણ કંઇક એવું જ જોવા મળી રહ્યું છે. મુંબઈની ટીમ ૨૦૨૦ આઈપીએલમાં જ્યાં બાદ અબુધાબીમાં જ રોકાઈ હતી. 

બીજી તરફ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી દુબઈમાં રોકાયા છે. ટીમના ત્યાં ઘ્યા બાદ દુબઈ વહીવટીતંત્રએ તેમને કોઇપણ જીપીએસ ઘડિયાળ ઉપલબ્ધ કરાવી નથી. ચેન્નાઈની ટીમ તેમ છતાં ત્યાં કોરેનટાઈન રહેશે.