બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

IPL ની હરાજીમાં આ બોલરનો કોઈએ ભાવ પૂછ્યો નહોતો, જ્યારે હવે ત્રણ ફ્રેન્ચાઈઝી તેમને ખરીદવા માટે પાછળ પડી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની સીઝન શરુ થવામાં હવે માત્ર થોડો સમય બાકી છે. તેના માટે તમામ 8 ફ્રેન્ચાઈઝી ટૂંક જ સમયમાં પોતાની ટીમોને ફાઈનલ કરશે. તેમ છતાં વિદેશી ખેલાડીઓ ટીમોમાં સામેલ થવાને લઈને હજુ શંકાના વાદળ જોવા મળી રહ્યા છે. જ્યારે આ દરમિયાન એક ફ્રેન્ચાઈઝીએ ઓસ્ટ્રેલિયન પેસર નાથન એલિસને 14 મી સીઝન માટે પોતાની સાથે જોડી લીધા છે. તેમ છતાં આ ફ્રેન્ચાઈઝી કઈ છે તેનો જવાબ હજુ સુધી સામે આવ્યો નથી.

જ્યારે એક નામી ન્યુઝ ચેનલ મુજબ એલિસને લેવા માટે કુલ ત્રણ ફ્રેન્ચાઈઝી પડી હતી, પરંતુ ગુરુવારના  તેમાંથી એકની સાથે તેણે ડીલ સાઈન કરી નાખી છે. તેમ છતાં આ ફ્રેન્ચાઈઝીના નામનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ટૂંક જ સમયમાં નાથન એલિસ કઈ ટીમ સાથે જોડાયો છે તેને લઈને ખુલાસો કરવામાં આવશે.

નાથન એલિસને હરાજીમાં 8માંથી એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા નહોતા. કોઈએ પણ તેના માટે બોલી લગાવી નહોતી. તેમ છતાં બાંગ્લાદેશમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યાર બાદ તેમની ડિમાન્ડ એકદમથી વધી ગઈ છે. 26 વર્ષના આ ફાસ્ટ બોલર દ્વારા પોતાની ડેબ્યુ મેચમાં જ હેટ્રિક લેવામાં આવી હતી. તેના આ પ્રદર્શનના આધારે તેને આવનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના ત્રણ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

નાથન એલિસની પાસે હવે સૌથી મોટી ટી-20 લીગમાં પોતાનું પ્રભુત્વ બતાવવાની તક રહેશે. જો તે યુએઈમાં સારું પ્રદર્શન કરશે તો 2022 ના એડિશન માટે તેમને સારી કિંમત મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, આઈપીએલની બધી ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમમાં સામેલ કરવા માટે 20 ઓગસ્ટની તારીખ અપાઈ છે, તેમ છતાં કેટલાક વિદેશી ખેલાડીઓની હાજરી હજુ પણ સસ્પેન્સ રહેલી છે. 

નાથન એલિસ એકમાત્ર રિપ્લેસમેન્ટ ખેલાડી નથી, જે આઈપીએલની આ સીઝનનો ભાગ બનવાના છે. ઘણા ખેલાડી બીજા હાફથી દૂર રહે તેવી શક્યતા રહેલી છે. આઈપીએલની આ સીઝનની હજુ પણ 21 મેચ બાકી છે. જ્યારે એક તરફ ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ અને સ્ટીવન સ્મિથ જેવા ખેલાડીઓએ રમવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે પેટ કમિન્સ, જાય રિચર્ડસન અને રીલે મેરેડિથ ટૂર્નામેન્ટથી બહાર રહેશે તેવી જાણકારી સામે આવી છે.