બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

IPL માં કોચનો પગાર કેટલો? આટલો મસ મોટો ભેદભાવ કેમ?

કોઈપણ રમતમાં ટીમના મુખ્ય કોચની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. કેટલીકવાર ટીમની સફળતા મુખ્ય કોચની ક્ષમતા પર આધારિત હોય છે. IPLમાં ખેલાડીઓની સેલેરીની ચર્ચાઓ તો ઘણીવાર સાંભળવા મળે છે, પરંતુ કોચના પગાર વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. તો બસ આજે જાણીએ કે આ યાદીમાં પગાર મેળવવામાં કોણ ટોચ પર છે? આ જાણકારી જુદી જુદી સ્પોર્ટ્સ વેબસાઇટ અને મીડિયા અહેવાલોના આધારે છે.


અનિલ કુંબલે: વિકેટ મેળવવા મામલે ભારતનો સૌથી સફળ સ્પિન બોલર અનિલ કુંબલે સૌથી વધુ વેતન મેળવતા કોચમાં ટોપ પર છે. કુંબલે હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો કોચ છે. કુંબલએ 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, ત્યારથી તે આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ અને હવે પંજાબની ટીમોમાં જોડાયેલા છે. કોચ તરીકે કામ કરવા કુંબલેને 4 કરોડનો પગાર મળી રહ્યો છે. 2019માં તે પંજાબનો મુખ્ય કોચ હતો. આ અર્થમાં તે IPLમાંથી દરરોજ 7.5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


સાઈમન કેટિચ:  સાઈમન કેટિચ વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબી ટીમનો કોચ છે. તે કેકેઆરનો આસિસ્ટન્ટ કોચ પણ રહી ચૂક્યો છે. તેમનો પગાર પણ 4 કરોડ છે. આ અર્થમાં તે IPLમાંથી દરરોજ 7.5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. સ્ટીફન ફ્લેમિંગ ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગે ચેન્નઈ તરફથી 2008ની IPL સીઝન રમી હતી. પરંતુ 2009થી તેણે ચેન્નાઈ માટે કોચિંગ શરૂ કર્યું. ત્યારથી તે ચેન્નઈનો મુખ્ય કોચ છે. ટીમે તેની કોચિંગ હેઠળ 3 વખત ખિતાબ જીત્યો છે. તેમનો પગાર 3.4 કરોડ રૂપિયા છે. આ અર્થમાં, તે IPLથી દરરોજ 6.41 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


બ્રેન્ડન મેક્કુલમ: બ્રેન્ડન મેક્કુલમ IPLમાં કેકેઆર, સીએસકે, ગુજરાત લાયન્સ અને કોચ્ચી ટસ્કરમાં ખેલાડી તરીકે રમ્યો છે. તે ગયા સીઝનમાં કેકેઆરનો કોચ બન્યો હતો. તેમનો પગાર 3.4 કરોડ છે. આ અર્થમાં તે IPLથી દરરોજ 6.41 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


રિકી પોન્ટિંગ: રિકી પોન્ટિંગ હાલમાં દિલ્હી કેપિટલ્સના કોચ છે. તેઓ મુંબઇ ઇન્ડિયન્સના પણ કોચ રહી ચુક્યા છે. દિલ્હીની ટીમ 2019માં પ્લે ઓફમાં પહોંચી હતી. તેમનો પગાર 3.4 કરોડ છે. આ અર્થમાં તે IPLથી દરરોજ 6.41 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ: આ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રાજસ્થાન રોયલ્સનો કોચ છે. તે પ્રથમ વખત મુખ્ય કોચ બન્યો છે. તેમનો પગાર 3.4 કરોડ છે. આ અર્થમાં તે IPLથી દરરોજ 6.41 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


મહેલા જયવર્દને: મહેલા જયવર્દનેને 2017માં મુંબઈ ઈન્ડિયન્સનો કોચ બનાવવામાં આવ્યો હતો. તે પહેલા આ જવાબદારી રિકી પોન્ટિંગની હતી. કોચ બનતાં જ જયવર્દનેએ 2017માં મુંબઈને IPLનો ખિતાબ જીતાડ્યો હતો. 2019માં તેની કોચિંગ હેઠળ મુંબઈએ ફરીથી ખિતાબ જીત્યો. મહેલાને આ કામ માટે લગભગ 2.25 કરોડનો પગાર મળી રહ્યો છે. આ અર્થમાં તે IPLથી દરરોજ 4.24 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.


ટ્રેવર બેલીસ: ટ્રેવર બેલિસ સનરાઇઝર્સ હૈદરાબાદનો કોચ છે. તેઓ કેકેઆરના મુખ્ય કોચ પણ રહી ચૂક્યા છે અને તેમની કોચિંગ હેઠળ કેકેઆરને ચેમ્પિયન બનવાની તક મળી. તેમનો પગાર 2.25 કરોડ છે. આ અર્થમાં, તે IPLથી દરરોજ 4.24 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે