બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું બાળકોમાં વધતા જતા કુપોષણ માટે જળવાયુ પરીવર્તન જવાબદાર છે ?

બાળકોમાં વધતી જતી કુપોષણની બીમારી વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બાળકોમાં કુપોષણ થવાનું સૌથી મોટું કારણ ગરીબી અને સ્વચ્છતા જવાબદાર છે જે વિકાસશીલ દેશોમાં વધુ જોવા મળે છે પરંતુ વિકસિત દેશો પણ બાળકોના કુપોષણથી બાકાત નથી જેનું કારણ જળવાયુ પરીવર્તન છે.સંયુકત રાષ્ટ્રસંઘના તાજેતરમાં પ્રકાશિત અહેવાલમાં પણ કુપોષણમાં જળવાયુ  પરીવર્તનની ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.જેમાં સૌથી વધુ જવાબદાર કાર્બન પ્રદૂષણ છે જેના કારણે અનાજના પાકમાં પોષક તત્વોની અછત દેખાવા લાગી છે.

એક બાજુ દુનિયામાં લોકોની સુખાકારી અને આવક વધતી જાય છે પરંતુ બીજી બાજુ કુપોષણ પર વધી રહયું છે આ બંને વિરોધાભાસ બાબત છે. છેલ્લા કેટલાક દાયકાઓથી કુપોષણ સામે લડવા માટે વિશ્વના વિવિધ દેશોની સરકારોએ અબજો ડોલર ખર્ચ કર્યા છે તેનું સકારાત્મક પરિણામ પણ મળતું હતું  પરંતુ ૨૦૧૫માં અચાનક જ કુપોષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. તેનું એક માત્ર વધતું જતું તાપમાન અને અત્યંત કઠણ ઋતુઓ જવાબદાર છે. સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯માં પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ૧૪.૪ કરોડ બાળકો વિકાસ કુપોષણના લીધે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત ૪.૭ કરોડ બાળકો ઓછા પોષણ ક્ષમ ભોજનના કારણે શારીરિક દુર્બળતાનો શિકાર બન્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દરેક માણસને પૂરતું અને પોષણક્ષમ ભોજન એક પડકાર બની જવાનો  છે. વર્મોન્ટ યૂનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમે એશિયા,આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ૧૯ ઓછી આવક ધરાવતા દેશોમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની એક લાખ બાળકો દ્વારા લેવાતા વિવિધ આહારની ચકાસણી કરી હતી. ત્યાર પછી ૩૦ વર્ષના તાપમાન અને વરસાદના આંકડા સાથે સરખામણી કરી હતી.સંશોધકોને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૬ માંથી ૫ વિસ્તારોમાં આહારની ગુણવત્તાને તાપમાન સાથે સંબંધ હતો. એનવાર્યમેન્ટલ  રિસર્ચ જર્નલમાં પ્રકાશિત માહિતીમાં પણ ચેતવણી આપવામાં આવી છે કે જળવાયુ પરીવર્તન બાળકોના વિકાસમાં અવરોધ ઉભા કરી રહયું છે.

ન્યૂટ્રીશિયન અને ફૂડ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં જળવાયુ પરીવર્તન કુપોષણને ચોકકસ અસર કરશે પરંતુ તાપમાનમાં થોડોક ફેરફારની પણ અસર દેખાવા લાગી છે જે નવાઇની વાત છે. કુપોષણને અટકાવવા માટે આહારમાં વિવિધતા અને સુક્ષ્મ પોષણ ખૂબજ મહત્વનું છે. સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે લોખંડ, ફોલિક એસિડ, ઝીંક,  વિટામિન એ તથા ડી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આવશ્યક છે. વધતા કાર્બન પ્રદૂષણથી જે ખેતરમાં અનાજના પોષકતત્વોમાં મીઠાશ નથી રહી તેમાં મુખ્યત્વે ઘઉ અને ચોખાનો સમાવેશ થાય છે. જળવાયુ પરીવર્તનની દિર્ધકાલીન અસરથી અનાજના ઉત્પાદનમાં પણ ઘટાડો થઇ શકે છે. આ બંને બાબતો બાળકોના કુપોષણ વધવા માટે ચોકકસ ચિંતા કરવા જેવી છે.