તો શું લોકડાઉનને લીધે પંજાબથી હિમાચલના પહાડ દેખાવા લાગ્યા ?
કોરોના વાયરસના સંક્રમણથી બચવાને લઈને દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનથી એક ફાયદો એ થયો છે કે વાતાવરણની હવા સાફ થઇ ગઈ છે. હવામાં ના તો પ્રદુષણ છે, ના તો ધૂળ- માટી, ના ધુમાડા. AQI ના જણાવ્યા અનુસાર એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત સુધરતો જઈ રહ્યો છે. મહાનગરોથી લઈને નાના શહેરો સુધી. સોશિયલ મિડિયા પર જલંધર, પંજાબનો એક ફોટો વાયરલ છે. ત્યાંથી ધૌલાધાર રેન્જના પહાડો સાફ- સાફ દેખાવા લાગ્યા છે.
લોકો કહી રહ્યા છે કે વિચાર્યું નહોતું કે ક્યારેય જલંધરમાં ધાબે બેસીને ધૌલાધારના પહાડ દેખી શકીશું. લોકોએ સોશિયલ મિડિયા પર ધૌલાધારના પહાડોના ઘણા ફોટો અને વિડીયો પોસ્ટ કર્યા છે. ધૌલાધારના પહાડોની ઉંચાઈ ૩૫૦૦ થી લઈને લગભગ ૬ હજાર મીટર જેટલી છે. તેને સફેદ પર્વતના નામથી પણ ઓળખાય છે. તે હિમાચલ પ્રદેશમાં સ્થિત પર્વત સમૂહ છે.
રોડ સુમસામ છે. મોટાભાગની ફેકટરીઓ બંધ છે. હરિયાણા- પંજાબ સહીત આજુબાજુના વિસ્તારો ઓટો ગ્રીન ઝોનમાં આવી ગયા છે. દિલ્હીનો AQI ૧૦૦ ની આસપાસ રહી રહ્યો છે.
કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્વાસ્થ્ય માટે સારો છે ?
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર AQI જો 0-૫૦ વચ્ચે રહે તો તેને સારો માનવામાં આવે છે. તેનાથી પર્યાવરણ પર ન્યુનત્તમ અસર પડે છે. જે ક્ષેત્રમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦ થી ઓછો થઇ જાય તેને ડાર્ક ગ્રીન ઝોન કહેવામાં આવે છે.
૫૦-૧૦૦ ની વચ્ચે AQI રહેવા પર સ્વાસ લેવામાં થોડી તકલીફ થઇ શકે છે. ખાસ કરીને તેમને જે શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડિત છે. તેને પણ મધ્યમ કક્ષાનું માનવામાં આવે છે. આ ઝોનને લાઈટ ગ્રીન ઝોન કહેવામાં આવે છે. ૧૦૦ થી ૨૦૦ ની વચ્ચે AQI રહેવા પર અસ્થમા અને હ્રદય રોગોથી પીડિત લોકો માટે તકલીફ વધી જાય છે. AQI જેમ જેમ ૨૦૦ થી ઉપર જાય છે, હવા એટલી જ ખરાબ થતી જાય છે. લોકોને શ્વાસની તકલીફો વધવા લાગે છે.