જમ્મુ-કશ્મીર ક્રિકેટ એસોસિએશને પવરેજ રસૂલ પર લગાવ્યો રોલર ચોરી કરવાનો આરોપ
જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસીએશને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પરવેજ રસૂલ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. જમ્મુ-કશ્મીર ક્રિકેટ એસોસિએશન તરફથી પરવેજ રસૂલને આપવામાં આવેલ નોટીસમાં પીચ રોલર ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. પરવેજ રસૂલે આ આરોપનો જવાબા આપતા જ્મ્મુ-કશ્મીર ક્રિકેટ એસોસિએશનની નોટીસને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસિએશને પરવેજ રસૂલને પીચ રોલર પરત કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસિએશને જણાવ્યું છે કે, “તમારી પાસે જેકેસીએનું જે પણ મશીન છે તે પરત કરી દો. આ મશીનોને પરત કરવા માટે તમારી પાસે એક અઠવાડિયાનો સમય આપવામાં આવી રહ્યો છે. જો તમે આવું કરશો નહીં તો તમારી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
એક નામી ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા દરમિયાન પરવેજ રસૂલે આ આરોપોને નકારી કાઢ્યા હતા. રસૂલનું કહેવું છે કે, “એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરથી ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મેં જમ્મુ કશ્મીર ક્રિકેટને પોતાનું બધું જ આપી દીધું છે. આવી રીતના આરોપ કેમ લગાવી શકે છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
જેકેસીએના સભ્ય અનીલ ગુપ્તા તેમ છતાં આ બાબતને બિનજરૂરી વાત કહી રહ્યા છે. તેમને જણાવ્યું છે કે, “આ નોટીસ માત્ર પરવેજ રસૂલને મોકલવામાં આવી નથી. જમ્મુ-કશ્મીર ક્રિકેટ એસોસિએશનની મશીન જે પણ સભ્યની પાસે છે તેને પરત કરવા માટે કહેવામાં આવ્યું છે. પરવેજ રસૂલે કોઈ કારણ વગર આ વાતને દિલ પર લઇ લીધી અને મને નથી સમજાતું નથી કે તે આવું કેમ કહી રહ્યા છે.”
તમને જણાવી દઈએ કે, પરવેજ રસૂલ અનંતનાગ જીલ્લાના રહેનાર છે. પરવેજ રસૂલ આઈપીએલ અને ટીમ ઇન્ડિયા માટે રમનાર જમ્મુ-કશ્મીરના પ્રથમ ખેલાડી છે. પરવેજ રસૂલે ઇન્ડિયા માટે ૨૦૧૪ માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું. ૨૦૧૭ માં પવરેજ રસૂલને ઇન્ડિયા માટે ટી-૨૦ ક્રિકેટમાં પણ ડેબ્યુ કરવાની તક મળી હતી.