''લશ્કર-એ-તોયબા ના કમાન્ડર સાજદ ઈલિયાસ હૈદર નો સફાયો'' કાશ્મીર પોલીસની સફળતા
ઇન્સ્પેક્ટર જનરલ, કાશ્મીર વિજય આનંદના જણાવ્યા મુજબ ''જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં આજે 17 ઓગસ્ટના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોયબાના સાજદ ઈલિયાસ હૈદરનું પોલીસની ગોળીથી મૃત્યુ થયું.'' ત્રણમાંથી બે આતંકવાદીઓનો સફાયો કરવામાં પોલીસને સફળતા મળી છે, હજુ ત્રીજા આતંકવાદીની શોધખોળ ચાલ
ઇન્સ્પેક્ટર જનરલ, કાશ્મીર વિજય આનંદના જણાવ્યા મુજબ ''જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં આજે 17 ઓગસ્ટના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોયબાના સાજદ ઈલિયાસ હૈદરનું પોલીસની ગોળીથી મૃત્યુ થયું.'' ત્રણમાંથી બે આતંકવાદીઓનો સફાયો કરવામાં પોલીસને સફળતા મળી છે, હજુ ત્રીજા આતંકવાદીની શોધખોળ ચાલુ છે. આ સાથે એક એકે રાઇફલ અને બે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજના દિવસે ત્રણ આતંકવાદીઓએ બારામુલ્લા પર આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં બે સીઆરપીએફ તેમજ એક પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
Ravi pandya
SANKET