બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર...

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે સમગ્ર દેશ કોરોના સામેની લડાઈમાં લડી રહ્યો છે, જયારે જમ્મુ કાશ્મીરમાં રહેલા દેશની સેનાના જવાનો કોરોનાની સાથે સાથે આતંકવાદીઓ સાથે પણ લડી રહ્યા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે આતંકીઓ પોતાની નાપાક કરતૂતો કરવામાંથી ઊંચા જ નથી આવી રહ્યા.

મળતી માહિતી મુજબ આતંકવાદી અને જવાનો સાથેની અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં દક્ષીણ કાશ્મીરના દાઈરું સોપિયા વિસ્તારમાં બે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. હાલમાં જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPFની સંયુક્ત ટીમે આતંકીઓ છુપાયા છે તે વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.

ગુરુવારના રોજ પણ પૂંછ તેમજ રજોરી જીલ્લામાં સરહદ પર પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સેના તરફથી આ વિસ્તારોમાં સતત ગોળીબાર થઇ રહ્યો હતો. જેના જવાબરૂપે સેનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી નાના હથિયારો દ્વારા ગોળીબાર કરવામાં આવી હતી.