બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જમ્મુ કાશ્મીરના સોપોરમાં CRPF ની ટુકડી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, ત્રણ ઘાયલ...

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફ પેટ્રોલીંગ પર હુમલો કરવામાં આવ્યો છે.  આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તે જ સમયે, આ હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે.

મળતી વિગતો અનુસાર બુધવારે સવારે 7.30 વાગ્યે સોપોરના મોડેલ ટાઉનમાં આતંકવાદીઓએ સીઆરપીએફની એક નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નો એક સૈનિક શહીદ થયો છે, તેમજ એક નાગરિકનું પણ મોત થયું છે, અને ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. હુમલા બાદ વિસ્તારને ઘેરીને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે ખીણમાં આતંકવાદી સંગઠનો વિનાશની આરે પહોંચી ગયા છે. આ કારણે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે.  લોકોમાં ડર પેદા કરવા અને ખીણમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો દ્વારા સતત નફરતકારક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.