બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જમ્મુ-કાશ્મીરના દરેક જિલ્લામાં ટ્રાયલ બેસ્ડ 4જી ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે...

એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પછી એક વિશેષ સમિતિની રચના કરાઈ હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવા વિશેષ સમિતિએ અમુક નિર્ણય લીધા છે. સમિતિએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના એક-એક જિલ્લામાં 4G સેવા ટ્રાયલ બેઝ શરૂ કરાશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું આ સારી શરૂઆત છે. જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવાના કેસની સુનાવણી જસ્ટિસ એનવી રમન્નાની બેંચ કરી રહી હતી. કેન્દ્ર સરકાર તરફથી કેસ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ રજૂ કરે છે.

સુપ્રીમ કોર્ટમાં સવાલ અને જવાબ:
ક્યારથી શરૂ થશે ટ્રાયલ બેઝ 4G સર્વિસ?

કેકે વેણુગોપાલે જણાવ્યુ હતું કે આ સર્વિસ 15 ઓગસ્ટ પછી સીમિત વિસ્તારમાં શરૂ થશે. બે મહિના સુધી નિયંત્રિત રીતે આ સેવા ચાલુ રાખ્યા પછી વિશેષ સમિતિ ટ્રાયલનો રિવ્યૂ કરશે. સમગ્ર યૂનિયન ટેરિટરીમાં સુરક્ષાના કારણે હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ નથી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના જવાબ અંગે શું કહ્યું?

ટ્રાયલ બેઝ ઉપર હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાના નિર્ણયના જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સભાષ રેડ્ડી અને જસ્ટીસ બીઆર ગવઈની બેંચે વખાણ કર્યા. તેઓએ જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્રના આ સ્ટેન્ડને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું કે આ સારી શરૂઆત છે. આશા છે કે સ્થિતિ સુધરશે અને સેવાનો વિસ્તાર કરાશે.

જમ્મુ-કાશ્મીરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાને ક્યારે બંધ કરાઈ?

5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. ત્યારે કેન્દ્રએ વિશેષ રાજ્યનો દરજ્જો પરત લઈને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધું હતું.

આ કેસમાં જવાબ કેમ આપવો પડ્યો?

એક NGOએ જમ્મુ-કાશ્મીરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસને જોવા માટે એક વિશેષ સમિતિનું ગઠન કર્યું હતું. આ અવમાનનાની અરજી હતી જેમા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાને લઈને વિશેષ સમિતિની રચના કરી નથી.

સમિતિએ હાઈસ્પીડ ઈન્ટરનેટને લઈને શું કહ્યું?

7 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્રીને પુછ્યું હતું કે અમુક વિસ્તારમાં 4G સેવા શરૂ કરવાની સંભાવના શું છે.10 ઓગસ્ટના રોજ વિશેષ સમિતિની બેઠક યોજાઈ હતી.તેમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાના વિકલ્પો વિશે ચર્ચા કરાઈ હતી. સમિતિએ કહ્યું હતું કે જે વિસ્તારમાં આતંકવાદની ઘટનાઓ ઓછી થાય છે, ત્યા ટ્રાયલ બેઝ સેવા શરૂ કરવામાં આવે. સમિતિએ સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ટરનેશનલ બોર્ડર વિસ્તારમાં હાલ ટ્રાયલ બેઝ સેવા શરૂ ન કરવી જોઈએ.