બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ શાનદાર ભાગીદારી કરી રચ્યો ઈતિહાસ

લોર્ડ્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ સેશનમાં ૮ વિકેટે ૨૮૬ રન બનાવી લીધા છે. મોહમ્મદ શમી ૫૨ રન અને જસપ્રીત બુમરાહ ૩૦ રન બનાવી ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ હવે ૨૫૯ રનની થઈ ગઈ છે.

અંતિમ દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમની જલ્દી જ બે વિકેટ લઇ લીધી હતી. સૌથી પહેલા ઋષભ પંતને ૨૨ રનના સ્કોર પર રોબિન્સને આઉટ કરી દીધા હતા. ત્યાર બાદ ઇશાંત શર્માને પણ રોબિન્સને ૧૬ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરી દીધા હતા. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે ખરાબ બોલમાં ચોગ્ગા ફ્ર્કારી નવમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નિભાવી હતી.

આ દરમિયાન મોહમ્મદ શમીએ સતત પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખતા ટેસ્ટ ક્રિકેટની બીજી અડધી સદી ફટકારી હતી. પ્રથમ સેશનની રમત સમાપ્ત થવાની સાથે ભારતનો સ્કોર ૮ વિકેટે ૨૮૬ રન બન્યા હતા. મોહમ્મદ શમી ૫૨ અને બુમરાહ ૩૦ રન બનાવી ક્રીઝ પર હતા.