બાપ એવા બેટા એ સાર્થક કરતા જયેશભાઇ રાદડીયા
સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી “રાજકોટ ડેરી”મા યુવા મંત્રી અને કિશાન નેતા જયેશ રાદડીયાનુ ફરી એકવાર “વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ્લા”
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી દુધ ઉત્પાદક સહકારી સંસ્થા “શ્રી રાજકોટ જીલ્લા સહકરી દુધ ઉત્પાદક સંઘ લી.(રાજકોટ ડેરી)ની સામાન્ય ચુંટણીમા યુવા મંત્રી અને સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડીયાની આગેવાનીમા એમના સક્રીય પ્રયાસોથી તમામ બેઠકો પર તેમની પેનલના ઉમેદવારો બિનહરીફ થયેલ છે.
રાજકોટ જીલ્લા બેંકની તાજેતરમા યોજાયેલ ચુંટણીમા તમામ બેઠકો બિનહરીફ કરીને જયેશભાઈએ ફરી “રાજકોટ ડેરી”પણ બિનહરીફ કરીને આપણા કિશાન નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબના સહકારી ક્ષેત્રે કરેલા બેનમુન કાર્યોને આગળ ઘપાવવાનુ કાર્ય યુવા નેતા જયેશ રાદડીયા કરી રહ્યા છે ત્યારે જીલ્લા કક્ષાની તમામ સંસ્થાઓ બિનહરીફ કરાવીને જયેશ રાદડીયા સહકારી ક્ષેત્રના અઠંગ ખેલાડી સાબિત થયા છે.