ટેકાનાં ભાવે મગફળીની ખરીદી વિશે શું માહિતી આપી કેબિનેટ મંત્રી રાદડીયાએ...જાણો...
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નિત્યક્રમ મુજબ બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યનાં અન્ના અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયા દ્વારા ગુજરાત નાં ખેડૂતો મામલે જાહેરાત કરવામાં આવી. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા જણાવવામા આવ્યું હતું કે, ગુજરાત સરકાર ફરી એકવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે અને આ અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે કામગીરી સોંપવામાં આવશે. 5200 રૂપિયા પ્રતિ ક્વિટંલ લેખે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાશે. ખરીદી ક્યારથી કરાશે તે વિશે માહિતી આપતા રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ખરીદી દિવાળી બાદ લાભપાંચમથી શરૂ કરાશે.
ખેડૂતો માટે તમામ સેન્ટર પર ખરીદીની વ્યવસ્થા ગોઠવાશે અને આ કાર્ય માટે પુરવઠા નિગમની સ્ટાફ શિતની જે જરૂરિયાત હશે તે તમામ પુરી કરાશે. જો સ્ટાફની અછત જણાશે તો મહેસુલ અને કૃષિ વિભાગ પાસેથી સ્ટાફ લઈ કામગીરી કરાશે.