બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

jee અને neet પરીક્ષા મુલતવી રાખવાની જોગવાઈ પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વવપુર્ણ ચુકાદો..

સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જેના કારણે કેટલીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ શાળા કોલેજોમાં લેવાતી પરીક્ષાઓમાં પણ કોરોના વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે જી અને નિટની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.


જી અને નિટ ની પરીક્ષા મુલતવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને લઈને સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે સાયન્સ ગ્રુપ - એ ના વિદ્યાર્થીઓને  એન્જીનીયરીંગમાં અને સાયન્સ ગ્રૂપ - બી ના વિદ્યાર્થીઓને. એમ. એમ. બી. એસ માં પ્રવેશ માટે આવતી પરીક્ષા તારીખો ને મુલતવી રાખવાની યાચિકા ને ફગાવી છે.


જી અને નિટની પરીક્ષા હવે જૂની તારીખો પ્રમાણે અનુક્રમે સપ્ટેમ્બર ૧-૬ અને સપ્ટેમ્બર ૧૩ ના મહિના માં લેવામાં આવશે.