બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આવનાર વર્ષ 2021 માં આ 7 પ્રકારના જ્વેલરી ટ્રેન્ડ લોકોમાં હોટ ફેવરીટ રહશે.

જ્વેલરી... નામ પડતા અવનવી ડિઝાઇન તમારી સામે તરી આવે છે. ભાગ્યે કોઇ મહિલાઓ એવી હોય છે જેને ઘરેણાંનું ઘેલું ના હોય. ડેલીકેટથી લઇ હેવી સુધીની તમામ પ્રકારની જ્વેલરી  મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. વાત જ્યારે જ્વેલરીની હોય તો આપણું ધ્યાન હંમેશાં લેટેસ્ટ ટ્રેન્ડ પર જાય છે કે કયા પ્રકારની જ્વેલરી ફેશનમાં છે. ત્યારે મૂળ ગુજરાતના અને કેનેડામાં જેમોલોજીસ્ટની ડિગ્રી ધરાવતા જ્વેલેરી ડિઝાઇનર જીનાજ્ઞા શાહે તાજેતરમાં ધુમ મચાવી રહેલા 7 જ્વેલરી ટ્રેન્ડ રેકમેન્ડ કર્યા છે. જેના થકી તમે તમારા બજેટ અને પસંદ પ્રમાણે જ્વેલરી પસંદ કરી પોતાને ડિફરન્ટ લુકમાં ઢાળી શકો છે. લગ્ન સીઝન અને આવનાર વર્ષમાં 7 પ્રકારના ટ્રેન્ડ લોકોમાં હોટ ફેવરીટ રહશે.

ટ્રેન્ડ-1: કપલ બેન્ડ




આજકાલ લવ બેન્ડ અને કપલ બેન્ડ ફેશનમાં છે. મેરેજ એનિવર્સરી પર એકબીજાને ગિફ્ટ આપવા માટે બેસ્ટ ઓપ્શન છે. રિંગ્સની ખાસ વાત છે કે તેમાં પુરુષ અને મહિલા બંને માટે એક પ્રકારની ડિઝાઈન હોય છે. યુવાઓમાં યલો ગોલ્ડ અને ડાયમંડ રિંગ્સનો ખાસ્સો ક્રેઝ છે. ત્યારે જાણીતા જ્વેલરી ડિઝાઇનર જીનાજ્ઞા શાહના જણાવ્યા પ્રમાણે હાલ પ્રકારના કપલ બેન્ડનું ધુમ વેચાણ થયુ છે


ટ્રેન્ડ-2: ડાઇમંડ પેન્ડન્ટ અને લાઇટવેઇટ જ્વેલરી




લોકોમાં ડાયમંડ ઓલટાઈમ ફેવરિટ હોય છે. કહેવાય છે ને કે " હિરા સદા કે લીયે " ડાયમંડમાં સિંપલ અને સોબર ઘરેણાં ખુબ ટ્રેન્ડી છે. અત્યારના સમયમાં ડાયમંડમાં રિંગ, પેન્ડન્ટ અને અનેક લાઇટ વેઇટ જ્વેલરી ફેશનમાં છે. ડાયમંડની એરિંગ્સ અને રિંગ્સ હાલ ટ્રેન્ડમાં છે. તો સાથે લાઇટ વેઇટ જ્વેલરી વજનમાં હલકી અને ખુબ ડેલિકેટ લુક આપતી હોવાથી તે પણ હમણાં લોકોના આકર્ષણના કેન્દ્રમાં છે. તેની કિંમત પણ પરવડે તેવી હોવાથી બેસ્ટ ઓપશન છે


ટ્રેન્ડ-3: સોનાના બારની ખરીદી


સોનું પહેરવું સ્ટેટસ સિમ્બોલ છે. પરંતુ કેટલાક લોક સોનાના બાર ખરીદી તેમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને સમય આંતરે ભાવના હિસાબે સોનાના બારની ખરીદી કરતા હોય છે. સોનાનો ભાવ નીચે જતા ગ્રાહકો સોનાના બાર ખરીદવાનું પસંદ કરતા હોય છે. જો કે હમણાં ટ્રેન્ડ થોડો ચેન્જ થયો છે. લોકો સોનાના ઘરેણાં ખરીદી કરવા તરફ વળ્યા છે. અને તેમાંથી પણ ફાયદો મેળવી રહ્યા છે


ટ્રેન્ડ-4: રાઇસ પલ્સ ગોલ્ડ જ્વેલરી




રાઇસ પલ્સ ગોલ્ડ જ્વેલરી ખુબ આકર્ષક અને મનમોહક હોય છે. પ્રકારની જ્વેલરી ખુબ રીચ લુક આપે છે. પાંરપરિક લુક આપતી જ્લરી આજ કાલ ટ્રેન્ડમાં તો સાથે ખુબ ધુમ મચાવી રહી છે. પ્લ્સ અને ગોલ્ડના કોમ્બિનેશન વાળી જ્વેલરી રાજા-મહરાજા સમયનો અહેસાસ કરાવે છે


ટ્રેન્ડ-5: કલર સ્ટોન જ્વેલરી




સોનાના આસમાનને આંબતા ભાવ જોતાં હવે ટ્રેડિશનલ જ્વેલરી છોડીને લોકોનું ધ્યાન થોડી યુનિક પ્રકારની ડિઝાઇનર જ્વેલરી તરફ વળ્યું છે. ત્યારે કલર સ્ટોન જ્વેલરી પણ લોકોમાં ખાસ્સું એવી સ્થાન મેળવી રહી છે. લોકો રંગબેરંગી કલર સ્ટોન જ્વેલરી તરફ આકર્ષિત થઇ રહ્યા છે. નિલમ, રૂબી જેવા સ્ટોનના પેન્ડન્ટ અને ઇઅરિંગ્સ હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. હીરા તો એવરગ્રીન છે સાથે હવે કલર સ્ટોન પણ યુનિક લુક આપવા માટે બેસ્ટ ચોઇઝ છે


ટ્રેન્ડ-6: મીના જડતરવાળા ઘરેણાં




એન્ટિક જ્વેલરીની ફેશન ક્યારેય જૂની થતી નથી. અત્યારે આવાં ઘરેણાં ખૂબ ટ્રેન્ડમાં છે. એન્ટિક લુકમાં ગોલ્ડની સાથે કુંદન, પોલકી અને મીના જડતરવાળાં ઘરેણાં ચલણમાં છે. ડિઝાઇનરના જણાવ્યા પ્રમાણે વખતે તહેવારો અને લગ્નની સીઝનમાં મીનાકારી જ્વેલરી પણ બેસ્ટ ઓપશન છે


ટ્રેન્ડ-7: અઢળક વેરાયતી



પહેલા લોકો ઘરેણાંને લોકરમાં સુરક્ષિત રાખતા હતા. જો કે હવે તેમાં બદલાવ આવ્યો છે. લોકો હવે ઘરેણાં પહેરવાનું પસંદ કરી રહ્યા છે. જેને લઇ હવે ટ્રેન્ડમાં પણ ફેરફારો થઇ રહ્યા છે. લોકો હવે ઘરેણાં ખરીદવા અને પહેરવામાં રસ  ધરાવી રહ્યા છે. ત્યારે હવે બજારમાં અવનવા ડિઝાઇનની હરિફાઇ શરૂ થઇ ગઇ છે. રોજબરોજ પહેરવામાં આવતા ઘરેણાંથી લઇને પ્રસંગોપાત પહેરાતા ધરેણાં ઓમાં અઢળક વેરાયતીઓ આવી રહી છે.

તો વખતે જ્યારે પોતાના માટે જ્વેલરી ખરીદવા જાઓ તો ટિપ્સને ધ્યાનમાં ચોક્કસ રાખો, કારણ કે તમારા સુંદર ડ્રેસની સાથે જ્યાં સુધી લેટેસ્ટ ટ્રેન્ડને મેચિંગ જ્વેલરી નહીં હોય ત્યાં સુધી પરફેક્ટ લુક નહીં મળે.