બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જો રૂટે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં પોતાની સદીની ઇનિંગ દરમિયાન બનાવ્યા અનેક રેકોર્ડ

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ૧૮૦ રનની અણનમ ઇનિંગ રમી હતી. એક તરફથી વિકેટ પડતી રહી હતી પરંતુ જો રૂટ ક્રીઝ પર ટક્યા રહ્યા અને બધા બોલરોનો સામનો સારી રીતે કર્યો હતો. જો ઋતે પોતાની આ ઐતિહાસિક ઇનિંગના આધારે ઇંગ્લેન્ડને પણ લીડ અપાવી દીધી હતી.

એટલું જ નહીં જો રૂટે પોતાની ૧૮૦ રનની ઇનિંગ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા હતા. તો આવો નજર કરીએ આ રેકોર્ડ્સ પર....

- જો રૂટ ભારત સામે સૌથી વધુ ફિફ્ટી અથવા તેનાથી વધુ સ્કોર કરનાર ઇંગ્લેન્ડના બેટ્સમેન બન્યા છે. તેમના નામે ૧૭ ફિફ્ટી અથવા તેનાથી વધુ સ્કોર થઈ ગયો છે અને તેમને એલીસ્ટર કુકને પાછળ છોડી દીધા છે.

- એક કેલેન્ડર વર્ષમાં ૫ ટેસ્ટ સદી ફટકારનાર જો રૂટ ઇંગ્લેન્ડના પ્રથમ કેપ્ટન બન્યા હતા. 

- જો રૂટે પોતાની ૨૨ મી સદી ફટકારી અને ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારવાની બાબતમાં સંયુક્તપણે ત્રીજા સ્થાન પર આવી ગયા છે.

- જો રૂટ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચમાં ૯ હજાર રન બનાવનાર બીજા ખેલાડી બન્યા છે. આ અગાઉ એલીસ્ટર કુકે આ કારનામું કર્યું હતું. 

- જો રૂટ ભારત સામે ટેસ્ટ મેચમાં બે વખત ૧૫૦ પ્લસ સ્કોર બનાવનાર બીજા કેપ્ટન બની ગયા છે. આ અગાઉ એલીસ્ટર કુકે આ કારનામું કર્યું હતું. 

- જો રૂટના નામે ટેસ્ટ કેપ્ટન તરીકે હવે છ ૧૫૦ પ્લસનો સ્કોર થઈ ગયો છે. 

લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની રમત ૧૧૯/૩ થઈ આગળ રમતા ૩૯૧ રન બનાવી દીધા અને ભારતીય ટીમથી લીડ પણ બનાવી લીધી હતી. જો રૂટે નોટિંઘમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી.