ગુજરાતીઓનો કારોબાર ગુજરાતમાં પણ ઓફિસ મુંબઈમાં: પત્રકાર જાનવી સોનૈયા
આવકવેરા વિભાગનું તેડું આવે ત્યારે ભલભલાના ચહેરા પર કરચલીઓ પડી જાય છે, પછી તે સામાન્ય કરદાતાથી માંડીને મોટો ઉદ્યોગપતિ કેમ ન હોય. આવું જ પ્રારંભમાં દેશની પાંચમા નંબરની મોટી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલાના વડા પંકજ પટેલ સહિતના બીજા ઉદ્યોગપતિઓને લાગ્યુ જ્યારે ગુજરાત આવકવેરા ખાતાનું તેમને નિમંત્રણ આવ્યુ. પણ બધાના આશ્ચર્ય વચ્ચે આ નિમંત્રણ કોઈપણ પ્રકારની પૂછપરછ માટેનું ન હતુ, પરંતુ રાજ્યના ટોચના કરદાતા તરીકે તેમનું સન્માન કરવા માટેનું હતું. રાજ્યમાં 162માં આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજ્યના ટોચના કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે તેમા રાજ્યના ટોચના ઉદ્યોગપતિઓનો જ સમાવેશ થતો હોય.
પત્રકાર જાનવી સોનૈયા એ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા વિભાગ અને રાજ્યના ઉદ્યોગપતિઓ એટલે કે ટોચના કરદાતાઓ વચ્ચેની ખાઈ દૂર કરવાની દિશામાં મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. મુખ્ય આવકવેરા કમિશ્નર રવિન્દ્ર કુમાર દ્વારા 162માં આવકવેરા દિને ટોચના કરદાતાઓનું સન્માન કરવાની સાથે આ પહેલ કરવામાં આવી છે.
જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં અમદાવાદમાં વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરતા જાનવી સોનૈયા ટેક્સેશન, રાજકારણ અને સામાજિક મુદ્દાઓને કવરેજ પૂરુ પાડે છે. તેમની ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઓ ધ વાયર, સીએનએન, એનબીસી ન્યૂઝ અને અન્ય પ્રકાશનોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તેઓ અમદાવાદ મિરર (ટાઇમ્સ ગ્રુપ), દિવ્ય ભાસ્કર, ડીએનએ ન્યુઝપેપર, દેશ ગુજરાત અને અન્ય મીડિયા ગ્રુપમાં કામ કરી ચૂક્યા છે.
અહીં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાત તેની ઉદ્યોગસાહસિકતા માટે જાણીતું છે અને બિઝનેસ ગુજરાતીઓની નસેનસમાં વહે છે છતાં પણ ગુજરાતીઓના મોટાભાગના કારોબારોની રજિસ્ટર્ડ ઓફિસ આશ્ચર્યની વચ્ચે મહારાષ્ટ્રમાં છે. પછી ભલેને કારોબારના મોટા હિસ્સાનુ સંચાલન સુરત અને વાપી જેવા સ્થળોએથી થતું હોય. તેના પરિણામે રાજ્યના આવકવેરા વિભાગને જબરજસ્ત ખોટ જાય છે. જ્યારે તે કારોબારો ફક્ત રજિસ્ટર્ડ ઓફિસ જ મહારાષ્ટ્રમાં હોવાના લીધે નોંધપાત્ર આવકવેરો મેળવે છે.
આની પાછળનું કારણ સમજાવતા ગુજરાત સીસીઆઇટી-1 અમદાવાદના એસએસ રાણાનું કહેવું છે કે મોટાભાગની કંપનીઓ મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ એટલા માટે છે કેમકે મુંબઈ દેશની નાણાકીય રાજધાની છે અને ત્યાં સત્તાના નાણાકીય કેન્દ્રીકરણના લીધે આવકવેરાથી લઈને દરેક પ્રકારની નાણાકીય પ્રક્રિયા વધુ સુગમ નીવડે છે. કોઈપણ કારોબારી માટે અંતિમ મંજૂરી માટે મુંબઈની મુલાકાત લેવી જ પડતી હતી. તેથી તેઓ માટે મુંબઈમાં હેડક્વાર્ટર રાખવું જરૂરી બન્યું હતું.
તેમણે ઉમેર્યુ હતું કે હવે અમે ગુજરાતમાં કારોબાર ધરાવતા આ એકમો અને તેમના ઉદ્યોગપતિઓને વિનંતી કરી છે કે તેઓ હવે તેમની રજિસ્ટર્ડ ઓફિસ પણ ગુજરાતમાં ખસેડે જ્યાં તેમનો કારોબાર છે. ફક્ત નાણાકીય પ્રક્રિયા માટે જ જો રજિસ્ટર્ડ ઓફિસ ત્યાં રાખી હોય તો તે પ્રક્રિયા સરળ બનાવવા માટે ગુજરાત ઇન્કમ ટેક્સ વિભાગ પણ તૈયાર છે. આ માટે વિભાગે ઉદ્યોગપતિઓ સાથે સતત સંવાદ સાધવાની પહેલ શરૂ કરી છે. આમ હવે આવકવેરા વિભાગ તે દિશામાં આગળ વધી રહ્યુ છે કે જે પણ કંપનીનું ઉત્પાદન સ્થળ જ્યાં હોય તેની રજિસ્ટર્ડ ઓફિસ પણ તે જ સ્થળે હોવી જોઈએ.
હવે અમદાવાદ પણ મહત્વના મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યું છે. શહેરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે, એમ અમદાવાદ આવકવેરા ભવનના આઇઆરએસ ઓફિસરે જણાવ્યું હતું. મોટાભાગની કંપનીઓ મેટ્રો શહેરોમાં રજિસ્ટર્ડ ઓફિસ એટલા માટે સ્થાપે છે કેમકે ત્યાં સારી કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. આ જ સમયે આવકવેરાની આકારણી પણ સરળ બને છે. તેની સાથે બિઝનેસમેને એક જ ઇન્કમ ટેક્સ ઓફિસ અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) નો સામનો કરવો પડે છે.
બીજે ઓફિસના લીધે ઓછું ટેકસ કલેકશન
નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતનું કુલ ટેક્સ કલેકશન 70,000 કરોડ હતું. જ્યારે સમગ્ર દેશનું કુલ કલેકશન 13.85 લાખ કરોડ રૂપિયા હતું. આ પહેલા બ્રિટિશરાજ દરમિયાન 1914-15માં ગુજરાતનો ટેક્સ કલેકશનમાં ફાળો કુલ ત્રણ કરોડની વસૂલાતમાં એક કરોડનો હતો. તે સમયે સમગ્ર દેશમાં 3,32,000 કરદાતામાંથી ગુજરાતમાં 80 હજાર કરદાતા હતા. વર્ષો વીતવાની સાથે મોટાભાગના કરદાતાઓએ તેમની ઓફિસ મુંબઈ કે પુણે શિફ્ટ કરી હતી. હવે અમે તેને પરત લાવવા પ્રયત્નશીલ છીએ.