આજે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો આવશે,અયોધ્યા અને લખનઉમાં એલર્ટ, સુરક્ષા સઘન કરાઇ
- બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ પછી અંતે આજે ચૂકાદો આવશે
- કેસની સુનાવણી દરમિયાન 49માંથી 17 આરોપીઓનાં મોત થયાં
- અડવાણી, મુરલી મનોહર જોશી વૃદ્ધાવસ્થાના કારણે જ્યારે ઉમા ભારતી કોરોનાના કારણે કોર્ટમાં હાજર નહીં રહી શકે
- - કેસમાં 25 વર્ષ સુધી કાવતરાંની કલમ જ નહોતી ઉમેરાઈ, 315 લોકોએ જુબાની આપી, 600 દસ્તાવેજો રજૂ કરાયા
6 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો તોડતી વખતે પત્રકારો સાથે થયેલી મારપીટ, તેમના કેમેરા આંચકી લેવા અને તોડી નાંખવા સંબંિધત હતી. વર્ષ 1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો, તેમાં 13 આરોપીઓને વિશેષ અદાલતે આરોપ સ્તર પર જ ડિસ્ચાર્જ કરી દીધા હતા. સીબીઆઈએ આ ચૂકાદાને પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
25 વર્ષ સુધી આ કેસમાં આઈપીસીની કલમ 120 બી એટલે કે કાવતરૂં રચવાની કલમ જ લગાવાઈ નહોતી. પરંતુ 30 મે 2017ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને વિષ્ણુ હરિ દાલમિયા પર આઈપીસીની કલમ 120 બી હેઠળ કાવતરૂં રચવાનો આરોપ પણ સામેલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઇ કોર્ટનો નિર્ણય 27 વર્ષ સુધી ચાલેલી સુનવણી બાદ બુધવારે આવી રહ્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે નિર્ણયના દિવસે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત છે. સીબીઆઇએ આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી 17 લોકોના તો મોત થઇ ચુક્યા છે. તેવામાં 32 આરોપીઓની હાજરીમાં કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષના લાંબા સમય પછી લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત 30મી સપ્ટેમ્બરે એટલે કે આજે બુધવારે તેનો ચૂકાદો સંભળાવશે. આ કેસમાં રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા મોટા નામ અને ભાજપના મોટા નેતાઓ 982 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, 86 વર્ષીય મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને સાધ્વી ઋતંભરા સહિત કુલ 32 લોકો આરોપી છે.