જુનાગઢનો વિદ્યાર્થી JEE(Main) ની પરીક્ષામાં 99.86 PR સાથે દેશમાં 242 માં ક્રમે
દેશમાં JEE(Main) પરીક્ષાનું પરિણામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢના આલ્ફા વિદ્યા સંકુલના વિધાર્થીએ 99.86 PR સાથે દેશમાં 242મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી ગુજરાતના સીમાડા વટાવી દેશમાં સારો ક્રમ મેળવવામાં સફળ રહ્યો છે.
જૂનાગઢમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલ સારું પરિણામ આપવામાં સતત આગળ વધી રહ્યું છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થી સારું પરિણામ મેળવી મેડિકલ અને એન્જીનીયરીંગ જેવા સારા અભ્યાસક્રમ મેળવી રહ્યા છે. દેલવાડાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા છગનભાઇનો પુત્ર કિરણ સોલંકી છેલ્લા ત્રણ વર્ષથી આલ્ફા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરી રાહ્યો છે ત્યારે JEE(Main) ની પરીક્ષામાં તેણે 99.86 PR મેળવી દેશની અંદર ૨૪૨મો ક્રમ મેળવી પોતાની શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે અને આ સફળતામાં શાળાના શિક્ષકો અને સંકુલના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ નકુમ ની મુખ્ય ભૂમિકા રહ્યાનું તે જણાવી રહ્યો છે.