રાજ્યની સારી સારી શાળાઓને પાછળ છોડી સૌરાષ્ટ્ર,જુનાગઢને ગૌરવ અપાવે તેવી આલ્ફા વિદ્યા સંકુલએ મેળવી દેશવ્યાપી સિદ્ધી, જાણો...
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે તેની માઠી અસર રાજ્યના તમામ વિભાગોમાં પડી છે, જેમાં મોટા પાયે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર આની અસર વધારે પ્રમાણમાં જોવા મળી છે ત્યારે જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ-જુનાગઢ દ્વારા ફરી એકવાર સર્વોત્તમ પરિણામ સાથે રાષ્ટ્રવ્યાપી સિદ્ધી પ્રાપ્ત કરવામાં આવી છે. આજ રોજ જાહેર થયેલ JEE main ના પરિણામ માં આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢમાં અભ્યાસ કરતો સોલંકી કિરણ છગનભાઈ સમગ્ર દેશમાં 242માં રેન્ક અને 99.86 PR સાથે ઉતીર્ણ થયો છે. જે સમગ્ર રાજ્ય તેમજ ખાસ કરીને જુનાગઢ માટે ગૌરવની વાત કહી શકાય.
JEE(main)ના પરિણામમાં આલ્ફાનો વિદ્યાર્થી દેશમાં 242માં ક્રમે 99.86 PR સાથે ઉતીર્ણ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ સ્થિત આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા તમામ ક્ષેત્રે પરિણામોમાં પોતાનું સામર્થ્ય બતાવતી આવી છે. પરિણામ સાયન્સનું હોય કે કોમર્સ નું જૂનાગઢમાં અવ્વલ હમેશા આલ્ફા ના વિદ્યાર્થીઓ જ હોય છે. ઉપરાંત દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ મેડીકલ, NIT, અનેIIT માં પ્રવેશ મેળવી અને પોતાની કારકિર્દી નું ઘડતર કરે છે.
મૂળ દેલવાડાના વતની અને વ્યવસાયે ખેડૂત છગનભાઈનો પુત્ર છેલ્લા 3 વર્ષ થી આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ ખાતે અભ્યાસ કરે છે. આજરોજ જાહેર થયેલ પરિણામ વિષે વાત કરતા તેમના પિતાએ જણાવ્યું હતું કે, પોતે ખેડૂત છે એટલે અભ્યાસમાં વધારે ખબર ના પડે પણ આજે દેશ વ્યાપી જે પરિણામ મારા પુત્ર એ મેળવ્યું છે એનો સંપૂર્ણ શ્રેય હું આલ્ફા વિદ્યા સંકુલ ના મેનેજમેન્ટ, શિક્ષકો અને મારા પુત્રની મહેનતને આપું છુ.
કિરણ સોલંકીના જણાવ્યા અનુસાર આજરોજ જાહેર થયેલ પરિણામમાં મારો રેન્ક ઓલ ઇન્ડિયા માં 242 મો આવ્યો છે જેનાથી હું ખુબજ ખુશ છુ. આ જ્વલંત સફળતા માટે હું મારા ગુરુજનો અને આલ્ફા વિદ્યા સંકુલ ના ચેરમેન શ્રી જીજ્ઞેશ નકુમ સરનો આભારી છુ કે જેમને મને સમય – સમયે યોગ્ય માર્ગદર્શન પૂરું પડ્યું અને મારી કાબેલિયત માં વિશ્વાસ દાખવ્યો. ઉપરાંત સૌથી મહત્વની બાબત હું એ કહેવા ઈચ્છું છુ કે સારા પરિણામ માટેઅમદાવાદ, કોટાજેવા મોટા શહેરો તરફ દોટ મુકવાની કોઈ જરૂર નથી આલ્ફા વિદ્યા સંકુલ ના શિક્ષકો જેવા યોગ્યમાર્ગદર્શક હોય અને મહેનત કરવાની નિષ્ઠા હોય તો પરિણામતો અહી પણ મેળવી શકાય છે. મારા ઘણા મિત્રો અમદાવાદ અને અન્ય સહેરો માં પરિવાર થી દુર રહી ને અભ્યાસ કરે છે પણ પરિણામ તો ઠીક પરંતુ મોટા શહેરો ના દુષણો મેળવી બેસે છે. અહીજ જો ઘર થી નજીક કુદરતીવાતાવરણ માં તજજ્ઞોની દેખરેખ નીચે પરિણામ મળે છે તો ક્યાય જવાની જરુરજ નથી.