બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જૂનાગઢ કૃષિ યુનિ. દ્રારા વિપરીત હવામાન પરિસ્થિતિમાં ચોમાસુ પાકોનું આયોજન અંગે માર્ગદર્શન

જૂનાગઢ,તા.૨૭ વિપરીત હવામાન પરિસ્થિતિમાં ચોમાસુ પાકોનુ આગોતરૂ આયોજન કરવુ જરૂરી છે. રાજ્યના અંદાજે ૭૮ ટકા વિસ્તારમાં વરસાદ આઘારીત ખેતી થાય છે. વરસાદ આઘારીત વિસ્તારમાં ચોમાસુ પાકોનું ઉત્પાદન ઓછું અને અનિશ્ચિત હોય છે. વરસાદની સરખામણીમાં ઉંચા ઉષ્‍ણ તાપમાન અને વઘુ ઝડપથી ફુંકાતા પવનને કારણે બાષ્‍પીભવન દ્રારા પાણીનો બગાડ વઘુ થાય છે. અને પાકને ભેજની અછત વર્તાય છે.

ત્યારે કૃષિ યુનિ. દ્રારા ચોમાસુ પાકના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવામાનમાં લાંબા અભ્યાસના આઘારે આપણા રાજ્યમાં ચોમાસુ ઋતુમાં વરસાદની અનિયમિતતાઓ માલુમ પડે છે.અનિયમિત વરસાદની પરિસ્થિતિ અનુસાર ભલામણ કરેલ જુદા જુદા પગલા નીચે મુજબ આપેલ છે. 

શરૂઆતમાં સમયસર અને સંતોષકારક વરસાદ થાય તો લેવાના પગલા- જો ચોમાસાની શરૂઆત સમયસર થાય તો મગફળી(ઉભડી, અર્ઘવેલડી અન  વેલડી),બાજરી,કપાસ દિવેલ, જુવાર,તલ જેવા પાકોનુ વાવેતર વાવણી લાયક વરસાદ થયે તુરંતજ કરી દેવુ જોઇએ. મગફળીના એકલા પાકમાં જોખમ ઘટાડવા માટે આંતરપાક તરીકે દિવેલ, તુવેર,તલ વગેરે પાકોનુ ૩:૧હારનુ પ્રમાણ રાખી વાવેતર કરવુ જોઇએ.ચોમાસુ મોડુ બેસે ત્યારે લેવાના થતાં પગલા- વાવણી લાયક વરસાદ જુલાઇ પ્રથમ પખવાડીયામાં થાય તો મગફળીની વેલડી જાતો અને કપાસનુ વાવેતર ન કરવું જોઇએ. 

ઉભડી મગફળી,તલ,દિવેલા,સંકર બાજરી,મગ,અડદ,ગુવાર, અને તુવેર જેવા પાકોનુ વાવેતર કરવુ જોઇએ. વઘુ મોડુ ચોમાસુ બેસે તો લેવાના પગલા- જુલાઇના અંતમાં જો વાવણી લાયક વરસાદ પડે તો ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી, જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા,તલ પૂર્વા-૧ અને અન્ય ટુંકાગાળાના પાકોનુ વાવેતર કરવુ. ઉભડી મગફળીનું વાવેતર ફક્ત બિયારણ માટે જ કરવું હિતાવહ છે. વાવણી લાયક વરસાદ ઓગષ્‍ટની શરૂઆતમાં પડે તો મગફળી,બાજરી જેવા પાકોનુ વાવેતર ન કરતા દિવેલા, તલ પૂર્વા-૧ અને ઘાસચારાના પાકોનુ વાવેતર વઘુ હિતાવહ છે. સંતોષકારક વરસાદ ૧૫-૩૦ ઓગસ્ટ દરમિયાન થાય તો દિવેલા,તલ પૂર્વા-૧ અથવા જુવાર,મકાઈ જેવા ઘાસચારાના પાકોનું વાવેતર કરવું જોઈએ. 

બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાય ત્યારે લેવાના પગલા- પિયતની સગવડતા પ્રમાણે પાકની કટોકટી અવસ્થાએ જીવનરક્ષક પિયત આપવું.જરૂરીયાત મુજબ આંતરખેડ કરવી.નિંદામણોનો સંપૂર્ણ નાશ કરી જમીનમાં રહેલ પ્રાપ્‍ત ભેજ તથા પોષક તત્વોનો વ્યય અટકાવવો. તેમજ ઉભડી મગફળીમાં યોગ્ય સમયે પાળા ચઢાવવા.જો વરસાદનો ગાળો વઘારે લંબાય તો હારમાં પારવણી કરી છોડની સંખ્યા ઓછી કરવી.આગળનો પાક નિષ્‍ફળ ગયેલ હોય તો ઘાસચારાના પાકનુ વાવેતર કરવુ.સારો વરસાદ થયે નાઇટ્રોજન ખાતરનો પૂર્તિ હપ્‍તો આપવો. 

ચોમાસા અંતમાં પુરતો વરસાદ ન પડે તો લેવાના પગલા  નીંદણનો સંપુર્ણ નાશ કરવો.શક્ય હોય ટી જમીનમાં પડેલ તિરાડ આંતરખેડ દ્રારા બંઘ કરવી.પુરક પિયતની ઉપલબ્ઘતા પ્રમાણે પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવા.દિવેલના પાકમાં પાનની સંખ્યા ઓછી કરવી.પાકને દેહઘાર્મિક અવસ્થાએ કાપણી કરવી.

ચોમાસાની આખરમાં વઘુ વરસાદ પડે ત્યારે લેવાના થતા પગલા- સપ્‍ટેમ્બરના અંતમાં અથવા ઓકટોબરની શરૂઆતમાં ઘણો જ વરસાદ પડે છે. આવી પરિસ્થિતિમાં ઘાસચારાની જુવાર, ચણા, રાયડો અને કસુંબીનુ વાવેતર કરવું જોઇએ.સંકર જુવારનુ વાવેતર કરેલ હોય તો તેનો બીજો વાઢ લઇ શકાય.પાછોતરા વરસાદનો લાભ લેવા માટે મગફળી,બાજરી દિવેલા, કપાસ જેવા પાકોમાં ભલામણ કરેલ આંતરપાક/રીલે પાક પદ્ધતિ અપનાવવી જોઇએ.આમ, વિપરીત હવામાનના સંજોગોમાં સમયસર અને યોગ્ય પગલા લઇ પાક બચાવી મહત્તમ ઉત્પાદન અને વળતર મેળવી શકાય.