બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારનું કામદાર વિરોધી જાહેરનામુ રદ્દ કર્યું...

ગુજરાત સરકારને રાજ્યની વિનિર્માણ એકમોના ૧૨ કલાક કામની મંજુરી આપવાના મામલે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આ અધિસૂચનો ફગાવી દીધી છે. જેમાં ફેકટરી અધિનિયમ ૧૯૪૮ હેઠળ વિશેષ શકિતનો ઉપયોગ કરીને કામના કલાકો વધારવાની વાત કરવામાં આવી હતી.

આ મામલાની સુનાવણી કરીને જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, કે એમ જોસેફ અને ઇંદુ મલ્હોત્રાની પીઠે કહ્યું છે કે મહામારીની સ્થિતિ વૈધાનિક જોગવાઇને ખત્મ કરવાનું કારણ હોઇ શકે નહિ. આ જોગવાઇ શ્રમિકોને સમ્માન અને અધિકાર પ્રદાન કરે છે. આ સંદર્ભમાં પીઠે કહ્યું કે, ફેકટરી એકટના સેકશન ૫ હેઠળ મહામારી સાર્વજનિક આપાતકાળ નથી. ૨૩ સપ્ટેમ્બરે પીઠે ગુજરાત સરકાર દ્વારા ૧૭ એપ્રિલ ૨૦૨૦ બહાર પાડેલા જાહેરનામાને પડકારતી અરજીમાં આદેશોને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું કે કોરોના મહામારીનો હવાલો આપીને દરેક કારખાનાને એક પ્રકારની પ્રદાન કરવા માટે કલમ ૫ ને લાગુ કરી શકાય નહી. કોરોનાની મહામારીને લઈને લોકડાઉનની શ્રમીકો અને કારખાના ફેકટરીમાં કામ કરતાં મજૂરોને સૌથી વધુ અસર થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે રાજય સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રીને મોટો ઝટકો આપ્યો છે. ફેકટરીમાં મજૂરી ચુકવ્યા વગર ઓવરટાઈમ કરાવાને લઈને કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.

કામદારોને ઓવરટાઇમ આપ્યા વગર ફેકટરીઓમાં કામ કરાવી ન શકાયઃ સુપ્રિમ કોર્ટ 
વગર મહેનતાણે કામદારો પાસે કામ કરાવવું વ્યાજબી નથી. મહામારીમાં આવેલી મંદીનો માર એકલા કામદારના ખભ્ભે મુકી ન શકાય . ૮ કલાકને બદલે ૧૨ કલાક કામ કરાવવું અને સૌથી ઓછા વેતનથી પણ વંચિત રાખવું એ માનવાધિકારનો ભંગ :સુપ્રિમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે રાજય સરકારને ફેકટરી લો અંતર્ગત કમાદારોનું દર કલાક દીઠ મહેનતાણું નક્કી કરી તે મુજબ ઓવરટાઈમ ચુકવવાનો આદેશ કર્યો છે. તેમને કલાક દીઠ અથવા ફીકસ દરે મહેનતાણું ચુકવવા તાકીદ કરી છે. 

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતુ કે, મહામારીની ઈમરજન્સીમાં કાયદાનો ભંગ ન કરી શકાય અને મહામારીને આંતરિક કટોકટી કહી આ રીતે વગર મહેનતાણે કામ કરાવવું યોગ્ય નથી. દરેક કાયદાનું પાલન થવું જ જોઈએ. તેમણે ઉમેર્યું કે મહામારીમાં અર્થતંત્રમાં આવેલી મંદીનો આખો ભાર એકલા કામદારો પર મૂકી ન શકાય.

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની બેંચને રોગચાળો કહેવાશે નહીં કે રાષ્ટ્રની સુરક્ષાને ધમકી આપતી આંતરિક કટોકટી કહી શકાશે અને તેથી કાયદાની આવશ્યકતાઓને દૂર કરવા માટેનું એક કારણ. સુપ્રીમ કોર્ટનો ચુકાદાને મહત્ત્વનો છે કારણ કે આ મહામારીમાં ઘણા રાજયોમાં ફેકટરીઓમાં કામદારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે એટલું નહી પરંતુ ઘણાને કામમાંથી પણ છુટા કરવામાં આવ્યા છે.