મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે કંગના રનૌત મુલાકાત કરી ત્યારબાદ શું થયું જાણો...
સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જયારે બીજી તરફ સમગ્ર દેશમાં સુશાંતસિંહ રાજપુતના મૃત્યુનો મામલો વધારે ગરમાયો છે તેમજ આ સાથે જ કંગના રનૌત પણ સતત નિવેદનો આપીને ચર્ચામાં જોર પૂરી રહી છે, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર તેમજ કંગના રનૌત આમને સામને આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને કંગના રનૌત વચ્ચે વાદ વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.સંજય રાઉત ના એક બયાન ના લીધે વિવાદ વધ્યો. પહેલા વાર પલટવાર ચાલ્યો, પરંતુ BMC કંગના રનૌતના ઓફિસ તોડી પડતાં વધુ વિવાદ વરસ્યો.
ભાજપે પણ કંગના રનૌતના મામલાને હવા આપવાની કોશિશ કરી.શિવસેના આ મામલે ધેરાઇ ગઇ.કંગના હાઇકોર્ટ દરવાજા પણ ખખડાવ્યા. ઉલ્લેખનીય છે કે, આ મામલે સરકાર પર કાર્યવાહીની માંગ સાથે આજ રોજ મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી.