મોત સામે ઝજૂમી રહ્યો છે કપિલ શર્માનો ફેન, આ છે આખરી ઈચ્છા
કોમેડિયન કપિલ શર્મા સોશ્યિલ મીડીયા પર ઘણો એક્ટિવ રેહતો હોય છે અને તે પોતાના પોસ્ટ અને ટ્વીટને લઈને ઘણો ચર્ચામાં પણ રહે છે. હવે ફરી એકવાર કપિલ શર્મા આ બાબતે ચર્ચામાં છે.
કપિલ શર્માના એક ફેનના પિતાએ ટવિટર પર કપિલને ટેગ કરી કહ્યુ હતુ કે મારો 19 વર્ષીય દીકરો લાંબા સમયથી કીડનીની બીમારીથી લડી રહ્યો છે. તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તે ઠીક થવા માગે છે અને કપિલ શર્માને મળવા માગે છે.
પોતાના ફેનની આ ટ્વીટના જવાબમાં કપિલ શર્માએ કહ્યુ કે ભગવાન તમારૂ ભલુ કરે અને જલ્દી સ્વસ્થ થઈ જા, મારી પણ ઈંજરી ઠીક થઈ જાય પછી આપણે મળીયે.
જણાવી દઈએ કે કપિલ શર્મા પણ હાલમા બેક ઈંજરીથી ઝજૂમી રહ્યો છે. થોડા દિવસ પહેલા કપિલ શર્માનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે વ્હિલચેર પર બેઠો એરપોર્ટ પર જોવા મળ્યો હતા. ત્યારબાદ કપિલે જણાવ્યુ હતુ કે મને બેક ઈંજરી થઈ છે થોડા દિવસમાં સ્વસ્થ થઈ જઈશ ચિંતાની કોઈ વાત નથી.